________________
જુદાં જુદાં નામનાં શબ્દોના અર્થ પ્રમાણે તે વસ્તુમાં ગુણ છે કે નહિ તે જોતો નથી. તે તો મૂળ નામને જ માને છે.
દા.ત. પુરંદર, શચિ પતિ, દેવેન્દ્ર વગેરે ઈન્દ્રના ઘણાં નામો છે. પરંતુ આ નયવાળો એ દરેકને ઈદ્રને નામે જ ઓળખે છે. એ દરેકનો તે ઈન્દ્ર જ અર્થ ગ્રહણ કરે છે.
મોહ, આસક્તિ, રાગ, મમત્વ, વાસના, પ્રેમ આ બધાં પર્યાયવાચી શબ્દો છે. પણ આ નયવાળો દરેકનો અર્થ પ્રેમ
જ કરે છે. ૬. સમભિરૂઢ નય : દરેક શબ્દની વ્યુત્પત્તિ પ્રમાણે અર્થ વિચારવો
તે સમભિ રૂઢ નય છે. આ નયવાળો શબ્દના મૂળ અર્થને પકડે
દા.ત. સ્ત્રી અને પુરુષના સંબંધમાં કામવૃત્તિને પ્રવૃત્તિ જણાશે તો આ નયવાળો તેને પ્રેમ સંબંધ નહિ માને. પણ વાસનાનો સંબંધ કહેશે. એવંભૂત નય : જે શબ્દ વિઘામાન અર્થનો વાચક અને તે અર્થની ક્રિયાકારીમાં બરાબરી રાખે તેને એવંભૂત નય કહે છે. નામ, કામ, અને પરિણામ ત્રણેયનો સંપૂર્ણ વિચાર કરવો તે એ વંભૂત નય છે.
આ નયવાળો એને જ પોલીસ માને છે કે જે પોલીસની ફરજ બજાવતો હોય. પૂજા જે કરી રહ્યા હોય તેને જ તે પૂજારી કહે છે.
આ સાત નયના કુલ ૭૦૦ ભેદ છે. મુખ્ય તથા ગામના ૧૦, સંગ્રહના ૬ કે ૧૨, વ્યવહારના ૮ કે ૧૪, જસૂત્રના ૪ કે ૬, શબ્દના ૭, સમભિ રૂઢના ૨ અને એવંભૂતનો ૧ એમ ભેદ છે.
નયદ્રષ્ટિએ ઘર્મની વિચારણા : ૧. નૈગમનથી કહે છે : બધાં ઘર્મ ઘર્મ છે. ૨. સંગ્રહની કહે છે : મારાં વડવા-વડીલોએ આદય તે ધર્મ
૩. વ્યવહારનયી કહે છે : સુખનું કારણ ધર્મ છે. પુણ્યકરણી એ
ધર્મ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org