________________
૨. તબિયત સારી નથી. (નાસ્તિ)
૩. કાલથી તો સારી છે, (અસ્તિ) પણ એવી સારી નથી કે વધુ આશા બાંધી શકાય. (અસ્તિ-નાસ્તિ).
૪. તબિયત સારી છે કે ખરાબ કંઈ કહી શકાતું નથી. (અવ્યક્તવ્ય).
૫. કાલથી તો સારી છે. (અસ્તિ), છતાં કહી શકાતું નથી કે શું થશે. (અવ્યક્તવ્ય) (અસ્તિ, અવ્યક્તવ્ય)
૬. કાલથી તો સારી નથી (નાસ્તિ) છતાં કહી શકાતું નથી કે શું થશે. (અવ્ય ક્તવ્ય) (નાસ્તિ, અવ્યત્વ)
છે. આમ તો સારી નથી (નાસ્તિ), પણ કાલ કરતાં સારી છે. (અસ્તિ), તો પણ કંઈ કહી શકાતું નથી. (અસ્તિ નાસ્તિ, અવ્ય ક્તવ્ય)
આ સપ્તભંગીને સમજવા માટે સાત અંધ અને એક હાથી દ્રષ્ટાંત જગપ્રસિદ્ધ છે.
આમ આ સ્યાદ્વાદથી વસ્તુનું યથાર્થ જ્ઞાન થાય છે. સાહિત્ય :
વિશેષ અભ્યાસ માટે સ્યાદ્વાદ રત્નાકર, સ્યાદ્વાદ મંજરી, સમ્મતિ તર્ક ગ્રંથો વાંચવા.
નયવાદ વાદ અને વિવાદ વધારવા માટે નહિ પરંતુ વાદવિવાદમાં ય સંવાદ સ્થાપિત કરવા શ્રમણ ભગવાન મહાવીરે જે વિચાર પદ્ધતિનું નિરૂપણ કર્યું તે સ્યાદ્વાદ, અને કાંતવાદ કે નયવાદના નામે ઓળખાય છે. જૈનધર્મની આ મૌલિક વિચાર પદ્ધતિ છે.
વસ્તુ, વ્યક્તિ અને વિચાર અનંત ઘમત્મક છે. તેમાંથી કોઈ એક વિશેષ ધર્મને ગ્રહણ કરીને, અન્ય ધમાં ત૨ફ ઉદાસીન ભાવ રાખીને તે વસ્તુ આદિનો વિચાર કરવો તેને નય કહે છે.
પ્રમાણને અંશ જોવો, વિચારો તે નય છે.
નય એટલે અમુક અપેક્ષાએ.' 'અથર્ કોઈપણ વિષયની સાપેક્ષ પણે વિચારણા કરવી તે નય છે.
નય સાત પ્રકા૨ના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org