________________
સ્યાદ્વાદ
વાદ-વિવાદમાં સંવાદ સ્થાપિત કરવા માટે શ્રમણ ભગવાન મહાવીરે જે વિચાર પદ્ધતિનું નિરૂપણ કર્યું તે સ્યાદ્વાદ, અનેકાન્તવાદ નામે ઓળખાય છે. આ વિચાર પદ્ધતિ જૈનધર્મની જગતને મૂલ્યવાન અને મૌલિક દેણગી છે.
સ્યાત્ વત્તાવાદ ખરાખર સ્યાદ્વાદ. સ્યાત્ એટલે અમુક અપેક્ષાએ. સ્યાત્ એટલે અમુક દ્રષ્ટિકોણથી. અનેક અપેક્ષા અને દ્રષ્ટિકોણથી વિચારવું, સમજવું તે સ્યાદ્વાદ છે.
અનેકાન્ત પણ અનેક અને અન્ત એમ બે શબ્દોનો બનેલો છે. અન્ત એટલે આખરી કે છેડો કે પૂર્ણવિરામ કે સમાપ્ત નહિ. અહીં અન્ત એટલે દ્રષ્ટિ, અપેક્ષા, દિશા, બાજુ, ધર્મ વગેરે. અનેક દ્રષ્ટિએ, અનેક અપેક્ષાએ, અનેક દિશાએ, અનેક બાજુથી વિચારવું, સમજવું તે અનેકાન્તવાદ છે.
આ બંને સ્યાદ્વાદ અને અનેકાન્તવાદ શબ્દો એક અર્થી છે. આ વાદ માણસને સત્ય સામે છેડે પણ છે તે જોવા સમજવા સૂચવે છે. વસ્તુને વ્યાપકતાથી જોવા-વિચારવાનું તે શીખવે છે. હું કહું છું તે જ સત્ય છે એમ નહિ પરંતુ સામો કહે છે તેમાં પણ સત્ય છે, એ સ્વીકારવાની આ વિચાર પદ્ધતિ ઉદારતા અને સહિષ્ણુતા કેળવે છે.
-
સ્યાદ્વાદને સાત પ્રકારે સમજાવાયો છે. તેને સપ્તભંગી' કહે છે તે આ પ્રમાણે :
૧. છે (અસ્તિ) ૨. નથી (નાસ્તિ) ૩. છે, નથી (અસ્તિનાસ્તિ) ૪. કહી શકાતું નથી (અવ્યક્તવ્ય) પ. છે, કહી શકાતું નથી. (અસ્તિ, અવ્યક્તવ્ય) ૬. નથી, નથી કહી શકાતું (નાસ્તિ, અવ્યક્તવ્ય) ૭. છે, નથી, નથી કહી શકાતું (અસ્તિનાસ્તિ, અવ્યક્તવ્ય).
ઉદાહરણ :
કોઈ સ્વજન મરણ પથારીએ પટકાયો છે. ડોકટર સારવાર કરે છે. બિમારના સગાં ડોકટરને સાત પ્રશ્નો પૂછે છે, ત્યારે ડોકટર તેના જવાબ સાત પ્રકારે આપે છે.
૧. સારી તબિયત છે. (અસ્તિ)
Jain Education International
૬૪
For Private & Personal Use Only
www.jainelibrary.org