________________
છે જેન ધર્મનું તત્ત્વજ્ઞાન
સમ્યક્ત્વ : સમ્યકત્વ આત્મ સાધનાની નાભિ-શ્વાસ છે. શ્રમણ ભગવાન મહાવીરે કદાં કે જેમને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ નથી તેમને ચારિત્ર ધર્મની પ્રાપ્તિ થતી નથી.
સમ્યકત્વ આત્મસાધનાની બારાખડીનો પહેલો
અક્ષર છે. સમ્યક્ત્વ વિના કર્મની નિર્જરા થતી નથી. સમ્યકત્વ જીવન માં ન હોય તો બધી જ આરાધના અને સાધના એ કડા વિનાના મીંડા જેવી નિરર્થક કહેવામાં આવી છે.
સમ્યક્ત્વનો સરળ અર્થ છે શ્રદ્ધા. સનાતન જે સત્ય છે તેમાં શ્રદ્ધા હોવી તેને સમ્યકત્વ કહે છે.
સનાતન (ધ્રુવ) સત્ય છ છે.
૧. આત્મા છે. ૨. આત્મા નિત્ય (અમ૨) છે. ૩. આત્મા જ કર્મનો કર્યો છે. ૪. આત્મા જ કમનો ભોક્તા છે. ૫. આત્મા કર્મથી બંધાય છે અને ૬. આત્મા કર્મમુક્ત બની મોક્ષને પામે છે અર્થાત્ મોક્ષ છે. - આ છ ધ્રુવ સત્ય માં શ્રદ્ધા હોવી અનિવાર્ય છે,
અથવા જીવ, અજીવ, પાપ, પુણ્ય, આશ્રવ, સં વ૨, નિર્જરા, બંધ અને મોક્ષ-આ નવ તત્ત્વમાં શ્રદ્ધા હોવી તેને સમ્યકત્વ કહે છે.
સભ્ય કુત્વને સમક્તિ પણ કહે છે. જે પદાર્થ જેવાં સ્વરૂપે છે તેને તેવાં જ સ્વરૂપે જોવો - જાણવો - વિચારવો-કહેવો તે સમક્તિ કે સમ્યક્ત્વ, કહેવાય છે.
જીવ માત્રમાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર હોય છે, પરંતુ એ ત્રણ હોવા માત્રથી સાધના સ ફળ નથી બનતી. આ માટે સાધનાની યશસ્વી સિદ્ધિ માટે સમ્યકત્વ હોવું એ કદમ અનિવાર્ય છે. આથી જ શ્રમણ ભગવાન મહાવીરે કહ્યું કે સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સભ્ય કુ ચારિત્ર એ મોક્ષ માર્ગ છે.
અને આ ત્રણેય ક્રમિક છે. સમ્યક્ દર્શન વિના જ્ઞાન નથી. થતું. સમ્યકુ જ્ઞાન વિના સમ્યકુ ચારિત્રની પ્રાપ્તિ થતી નથી અને સમ્યક્ ચારિત્ર વિના કર્મ ક્ષય થયો નથી અને કર્મક્ષય વિના મોક્ષ થતો નથી.
આમ સમ્યક્ત્વ આત્મસાધનાની આધારશીલા છે. સમ્યક્ત્વના એ કથી વધુ ભેદ અને પ્રભેદ છે.
૬૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org