Book Title: Jain Dharm
Author(s): Vatsalyadeep
Publisher: Vatsalyadeep Foundation Ahmedabad

View full book text
Previous | Next

Page 69
________________ લેશ્યાના રૂપ-સ્વરૂપ : ૧. કૃષ્ણ લેશ્યા : રંગ કાજળથીય વધુ કાળો, રસ લીમડાથીય વધુ કડવો, તેની ગંધ મરેલા સાપની દુર્ગધથી અનંતગુણી અને તેનો સ્પર્શ ગાયની જીભની કર્કશતાથી ય વધુ કર્કશ હોય છે. લક્ષણ : આ વેશ્યાવાળો (મનોભાવવાળો) માણસ તીવ્રતમ કષાય કરે, સ્વછંદી અને બે ફામ વિલાસી જીવન જીવે. આલોક અને પરલોકનો ડર રાખ્યા વિના હિંસા-હત્યા પણ કરે. માંસાહાર કરે. ફળ : આવા કાજળ શ્યામ ભાવ અને વિચારમાં માણસ મૃત્યુ પામે તો ઉત્કૃષ્ટતાએ એ પાંચમી, છઠ્ઠી કે સાતમી નરકે જાય. ૨. નીલ લેગ્યા : તેનો રંગ નીલમ જેવો લીલો, રસ જંગલી કાંટાથી ય વધુ તીક્ષ્ણ હોય છે અને તેના ગંધ અને સ્પર્શ કૃષ્ણ લેયા જેવાં હોય લક્ષણ : આ લે શ્યાવાળો (મનો ભાવવાળો) માણસ ઈષ ળ અને અદેખો હોય, પોતે કંઈ ભણે ગણે નહિ અને બીજાને પણ ભણવા દે નહિ, સુખશીલીયો અને વિષયલંપટ હોય છે. ફળ : આવા લીલાછમ ભાવ અને વિચારમાં માણસ મૃત્યુ પામે તો ઉત્કૃષ્ટતાએ એ ત્રીજી, ચોથી કે પાંચમી નરકે જાય. ૩. કાપોત લેશ્યા : તેનો રંગ પારેવડાંની ડોક જેવો, રસ કાચી કેરીથી ય વધુ ખાટો હોય છે. તેના ગંધ અને સ્પર્શ કૃષણ લેશ્યા જેવાં હોય છે. લક્ષણ : આ વેશ્યાવાળો (મનોભાવવાળો) માણસ વાંક દેખો, કટુ અને કઠોરભાષી, પ૨દોષ પ્રકાશક, પોતાના દોષોને ઢાંકના૨, ચોર ને વ્યભિચારી હોય છે. ફળ : આ ભાવ અને વિચારમાં માણસ મૃત્યુ પામે તો એ ઉત્કૃષ્ટતાએ પહેલી, બીજી કે ત્રીજી નરકે જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100