Book Title: Jain Dharm
Author(s): Vatsalyadeep
Publisher: Vatsalyadeep Foundation Ahmedabad

View full book text
Previous | Next

Page 67
________________ પરંતુ જ્યાં સુધી હૈયે મંદ કષાય હોય છે ત્યાં સુધી માણસ યથાર્થમાં સાધુ નથી બની શકતો. આ પ્રત્યાખ્યાની કે મંદ કષાય રેતીમાં દોરેલ રેખા જેવો છે. ભૂમિ ઉપર દોરેલી રેખાને ભૂંસવા માટે જેટલો પ્રયત્ન કરવો પડે છે. તેનાથી ઓછા પ્રયત્ન રેતીમાં દોરેલી રેખા ભૂંસી શકાય છે. એ જ પ્રમાણે થોડાક વધુ વિવેક અને સજગતા રાખવાથી કષાયથી બચી શકાય છે. ૪. સંજ્વલન : કષાયના આવેગ મંદતર હોય છે. મંદતર કષાયને સંજવલન કહે છે. આવેગની આ ચોથી અવસ્થા છે. પાણીમાં દોરેલી રેખા જેવા આ કષાય હોય છે. પાણીમાં રેખા દોરી નથી કે ભૂંસાઈ નથી. રેખા પૂરી દોરાઈ રહે ત્યાં સુધીમાં તો એ ભૂંસાઈ જાય છે. આ મંદતર કષાય હોય ત્યાં સુધી વીતરાગતા પ્રાપ્ત થતી નથી. આ ચારેય પ્રકારના કષાય સંપૂર્ણ ક્ષીણ અને ખત્મ થઈ જાય છે, ત્યારે જ વીતરાગ બનાય છે. કષાય - નિયંત્રણ : શ્રમણ ભગવાન મહાવીરે કષાય - નિયંત્રણની ત્રણ પદ્ધતિ બતાવી છે : ૧. ઉપશમન ૨. ક્ષયો પશમન અને ૩. ક્ષયીકરણ. આવેગનું એવું અને એટલું દમન કરી તેને કચડીને ખત્મ કરી નાંખવો કે તે ફરીથી ઊભો ન થાય. આ ઉપશમન છે. આ દમન પદ્ધતિ છે. થોડુંક દમન કરવું. થોડો ક ક્ષય કરવો. દમન અને ક્ષય એક સાથે કરવા તેને ક્ષયો પશમ કહે છે. સ૨ળ અર્થમાં કહીએ તો કષાયનો રસ્તો બદલી નાંખવો. ક્રોધને ક્ષમાથી જીતવો. આમ ઉદાત્ત બનવું. આ માગતરણ પદ્ધતિ છે. _કષાયોને પૂરેપૂરાં ક્ષીણ કરી દેવા. ખત્મ કરી નાંખવા. કષાયોને સવંત સુધી વિલય કરતાં જવું તેને ક્ષયી કરણ કહે છે. આ વિલયની પદ્ધતિ છે. કષાયોનું ઉપશમન થાય છે. ક્ષયો પશમ થાય છે અને ક્ષયીકરણ થાય છે. ૫૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100