________________
કષાય મુખ્યત્વે બે છે. રાગ અને દ્વેષ.
વિસ્તારથી કષાય ચાર પ્રકારના છે. ૧. ક્રોધ ૨. માન ૩. માયા અને ૪. લોભ
આ કષાય એક મનોવેગ છે. આવેશ છે. ગમો, અણગમો, ભય, શોક, જુગુપ્સા, ધૃણા આદિ કષાયને જન્મ આપે છે. આ કષાયથી આત્મા દૂષિત બને છે. કર્મથી બંધાય છે. કષાયના ભેદ :
તરતમતાથી કષાય ચાર પ્રકારના છે.
૧. અનંતાનુબંધી : જે આવેગમાં ઉત્પન્નની નિત્યતા અને નિરંતરતા હોય છે, અંતહીન ઉત્પન્નનું ય ઉત્પન્ન હોય તેને અનંતાનુબંધી કહે છે, સ૨ળ શબ્દમાં તેને તીવ્રતમ કહી શકાય.
આ અનંતાનુબંધી કે તીવ્રતમ આવેગ પથ્થરમાં પડેલ રેખા જેવો હોય છે. આ રેખા પડી તે પડી. પયા પછી તે ભૂંસી શકાતી નથી. કષાય તીવ્રતર હોય છે ત્યારે સત્ય સૂઝતું નથી. તે માટે રૂચિ પણ થતી નથી.
અનંતાનુબંધી કષાયના કારણે સમ્યગ્દર્શન ઉપલબ્ધ થતું
નથી.
૨. અપ્રત્યાખ્યાની : કષાયના આવેગની આ બીજી અવસ્થા છે. આ આવેગ તીવ્રતર હોય છે. માણસ જાણે છે કે કષાય ન કરવા જોઈએ, પણ તે કર્યા સિવાય રહી શકતો નથી. તીવ્રતાથી એ કષાય કરી બેસે છે.
3.
આ અપ્રત્યાખ્યાની કે તીવ્રતર કષાય જમીન પર દોરેલી રેખા જેવાં છે. જમીન ૫૨ દોરેલી રેખા પ્રયત્નથી ભૂંસી શકાય છે. તેમ દ્રઢ મનોબળથી તીવ્રતર કષાય પર વિજય મેળવી શકાય છે.
જ્યાં સુધી તીવ્રતર કષાય હૈયે હોય, ત્યાં સુધી માણસ ખાર વ્રતોનું પાલન યથાયોગ્ય કરી શકતો નથી.
પ્રત્યાખ્યાની : કષાયના આવેગની આ ત્રીજી અવસ્થા છે. આ આવેગ મંદ હોય છે. તીવ્રતર કષાયો મોળા અને પાતળા પડે છે ત્યારે આ ત્રીજી અવસ્થા પ્રાપ્ત થાય છે .
Jain Education International
૫૭
For Private & Personal Use Only
www.jainelibrary.org