________________
કર્મ ફળ : શુભ નામ કર્મથી મનગમતાં ભોગો ભોગ મળે છે, યશ મળે છે, રૂપ મળે છે, આરોગ્ય વગેરે સુખો મળે છે.
અશુભ નામ કર્મથી અભાવ, દુર્ભાવ અને પીડા મળે છે. બદનામી મળે છે. બિમારી આવે છે વગેરે અને ક દુઃખો ભોગવવા પડે છે.
૭. ગોત્ર કર્મ : ઉચ્ચ અને નીચ એમ બે પ્રકારનું આ કર્મ છે. જે પુદ્ગલના પ્રભાવથી ઉચ્ચ ગોત્ર મળે તે ઉચ્ચ ગોત્ર કર્મ અને જે પુદગલના પ્રભાવથી નીચ ગોત્ર મળે તે નીચ ગોત્ર કર્મ કહેવાય છે.
કુંભારના જેવું છે. આ કર્મ. કુંભાર એક જ માટીમાંથી અનેક પ્રકારનાં ઠામ બનાવે છે, તે પ્રમાણે આ કર્મના લીધે એક જ શરીરમાં અને ક પ્રકારનાં અનુભવ થાય છે.
શેનાથી બંઘાય ? જાતિ, ફળ, બળ, રૂપ, તપ, જ્ઞાન, લાભ અને ઐશ્વર્ય - આ આઠમાંથી કોઈ એકનું કે એકથી વધુનું અભિમાન કરવાથી નીચ ગોત્ર કર્મ બંધાય છે અને એવું અભિમાન ન કરવાથી ઉચ્ચ ગોત્ર કર્મ બંધાય છે.
ઉચ્ચ ગોત્ર કર્મથી સુખી-સંપન્ન અને સંસ્કારી કુટુંબમાં જન્મ મળે છે, રૂપ મળે છે, બળ મળે છે, સમૃદ્ધિ મળે છે, વગેરે ઉત્તમ સામગ્રી મળે છે, જ્યારે નીચ ગોત્ર કર્મથી એથી વિપરિત મળે છે, અર્થાત્ હલ કાં જાતિ, કૂળ માં જન્મ મળે છે, ગરીબાઈ, રોગ, કુરૂપ વગેરે મળે છે.
૮. અંતરાય કર્મ : ક્રિયાત્મક શક્તિમાં અવરોધ ઊભા કરતાં પુદ્ગલને અંતરાય કર્મ કહે છે. ખજાનચી જેવું છે. આ કર્મ. સંસ્થાએ એ માલિકે આપવાની ૨કમની મંજુરી આપી દીધી હોય પરંતુ એ રકમ ખજાનચી આપે ત્યારે જ એ રકમ મળી શકે છે. એ જ પ્રમાણે આત્મામાં અનંત શક્તિ અને ગુણો રહેલાં છે, પરંતુ આ કર્મના લીધે તે પ્રાપ્ત થઈ શકતાં નથી.
પપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org