Book Title: Jain Dharm
Author(s): Vatsalyadeep
Publisher: Vatsalyadeep Foundation Ahmedabad

View full book text
Previous | Next

Page 62
________________ બંઘાય છે. અને જીવોને ત્રાસ સંતાપ આપવાથી, તેમનાં દુ:ખોથી રાજી થવાથી અશાતા વેદનીય કર્મ બંધાય છે. કુર્મ ફળ શાતા વેદનીય કર્મના લીધે જીવાત્માને મનગમતા અને મનભાવતા ભોગોપભોગ મળે છે. અશાતા વેદનીય કર્મના લીધે ગરીબાઈ, રોગ વગેરે દુ:ખો મળે છે. ૪. મોહનીય કર્મ : આત્માને વિકૃત અને મૂઢ બનાવનાર પુદ્દગલને મોહનીય કર્મ કહે છે. નશીલા પદાર્થોનું સેવન કરનાર માણસ કોઈપણ પ્રકારનો વિવેક જાળવી શકતો નથી. તેજ પ્રમાણે આ કર્મના લીધે જીવાત્મા આત્મભાન ભૂલી જાય છે અને ક્ષણભંગુર ભોગોપભોગમાં આસક્ત ખને છે. આ કર્મ ૨૮ પ્રકારનું છે. શેનાથી બંધાય ? તીવ્રપણે ક્રોધ, માન, માયા અને લોભ ક૨વાથી, ધર્મના નામે અધર્મનું આચરણ કરવાથી, અનાચાર-વ્યભિચાર કરવા વગેરેથી મોહનીય કર્મ બંધાય છે. કર્મ ફળ : આ કર્મના લીધે જીવાત્મા મોહાંધ, રાગાંધ અને વિષયલુબ્ધ અને છે. તે ઈર્ષાળુ, ઝઘડાખોર, માયાવી અને દંભી બને છે. અકારણ- સકારણ ભયભીત અને શોકાકુળ બને છે, વગેરે વગેરે. ૫. આયુષ્ય કર્મ : જીવનનું નિર્માણ કરતાં પુગલને આયુષ્ય કર્મ કહે છે. કેદખાના જેવું છે આ કર્મ. કેદ/જેલમાં પુરાયેલ માણસ પોતાની ઈચ્છા મુજબ આવાગમન નથી કરી શકતો. તે પ્રમાણે આ કર્મના લીધે જીવાત્મા દેહરૂપી કેદખાનામાં પુરાયેલો રહે છે. આ કર્મ ચાર પ્રકારનું છે. Jain Education International ૫૩ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100