________________
શેનાથી બંધાય ?
૧. જીવોની જેમાં પ્રતિપળ હિંસા થતી હોય તેવા કામ-ધંધા કરવાથી ૨. સંગ્રહાખોરી કરવાથી ૩. માંસાહાર કરવાથી અને ૪. પંચેન્દ્રિય જીવની હત્યા કરવાથી જીવાત્મા નરક ગતિમાં જાય છે.
૧. કપટ સહિત જુઠું બોલવાથી ૨. વિશ્વાસઘાત કરવાથી ૩. જુઠું બોલવાથી અને ૪. ખોટા તોલ-માપ કરવાથી જીવાત્મા તિર્યંચ મતિમાં જાય છે. અર્થાત્ પશુ-પંખીનો અવતાર પામે છે.
૧. સ્વભાવથી નિષ્કપટી ૨. સ્વભાવથી વિનીત ૩. દયાળુ અને ૪. ઈરહિત હોય તે મનુષ્યભવ પામે છે.
૧. દીક્ષા લઈને સંયમ પાળવાથી ૨. ગૃહસ્થપણમાં બાર વ્રતનું પાલન કરવાથી ૩. તપ કરવાથી અને ૪. પરવશપણે સમતાભાવે દુઃખ સહન કરવાથી જીવાત્મા દેવગતિમાં જાય છે. અર્થાત્ દેવ-દેવી-ઈન્દ્ર-ઈન્દ્રાણી બને છે.
કર્મ ફળ :
ઉપરોક્ત પ્રમાણે કર્મ બાંધવાથી તે તે કર્મ ફળ જીવાત્મા ભોગવે છે.
૬. નામ કર્મ :
જે પુદ્દગલના નિમિત્તથી જીવનની વિવિધ સામગ્રી મળે છે તેને નામ કર્મ કહે છે. ચિત્રકાર જેવું છે આ કર્મ. ચિત્રકાર પેન્સિલ અને પીંછીથી જાતજાતના ચિત્રો બનાવે છે. તે જ પ્રમાણે આ કર્મના લીધે જીવાત્મા વિવિધ રૂપ અને આકારનાં શરીરને પ્રાપ્ત કરે છે.
આ કર્મ ૧૦૩ પ્રકારનું છે. શેનાથી બંધાય ?
મન, વચન અને કાયાને સરળ અને પવિત્ર રાખવાથી તેમ જ સહુ સાથે પ્રેમ અને મિત્રતાભાવથી વ્યવહાર કરવાથી શુભનામ કર્મ બંધાય છે અને મન, વચન અને કાયાને વક્ર અને અપવિત્ર રાખવાથી તેમ જ સહુ સાથે કલેશ-કંકાસ કરવાથી અશુભ નામ કર્મ બંધાય છે.
Jain Education International
૫૪
For Private & Personal Use Only
www.jainelibrary.org