________________
આ કરવા માટે કષાયના પ્રતિપક્ષની મંદદ લેવી જોઈએ. કષાયનો પ્રતિપક્ષ છે ભાવનાઓ. ભાવનાઓને સુદ્દઢને સઘન કરવાથી કષાયનો વિલય થઈ જાય છે.
ક્રોધને પ્રતિપક્ષ છે શાંતિ. માનનો પ્રતિપક્ષ છે મૃદુતા. માયાનો પ્રતિપક્ષ છે સરળતા. લોભને પ્રતિ પક્ષ છે સંતોષ.
શાંતિ, મૃદુતા, સરળતા અને સંતોષના સંસ્કારનો પુષ્ટ કરવાથી કષાયો ખત્મ થઈ જાય છે.
કષાયો સર્વથા ને સંપૂર્ણ વિલય થાય છે ત્યારે જ સાધક વીતરાગ બને છે. સાહિત્ય :
કર્મ સિદ્ધાંતની વધુ જાણકારી અને અભ્યાસ માટે છ કર્મગ્રંથ, કમ્મપયડી, પંચ સંગ્રહ, તત્ત્વાર્થસૂત્ર આદિ ગ્રંથો વાંચવા.
લેશ્યા : ધાર્મિક સાહિત્યમાં ત્રણ શબ્દો ખૂબ જાણીતા છે : રજો ગુણ, સત્ત્વગુણ અને તમો ગુણ. આનું વિવેચન કરતાં કહેવાયું છે કે રજો ગુણ મનને મોહરંજિત કરે છે, આથી એ લાભ છે. સત્ત્વગુણથી મન નિર્મળ બને છે, આથી તે શુક્લ છે. તમોગુણથી જ્ઞાન આવૃત્ત થાય છે, આથી તે કૃષ્ણ છે.
કર્મ ની વિશુદ્ધ કે રંગના આધા૨ ૫ ૨ જીવો ની વિવિધ અવસ્થાઓનું ભારતીય ચિંતકોએ મનનીય ચિંતન-વિવેચન કર્યું છે.
શ્રમણ ભગવાન મહાવીરે આ સંદર્ભમાં જે નિરૂપણ કર્યું છે તે “લે શ્યા” નામે ઓળખાય છે.
પુદ્ગલ દ્રવ્યના સંસર્ગથી જીવાત્માને જે ભાવ કે વિચાર જાગે છે, તેને વેશ્યા કહે છે.
લેશ્યાઓ પૌદૂગલિક છે, આથી તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે. લેશ્યાઓ છ છે. રંગના આધાર ઉપર તે દરેકનું નામાભિધાન કરવા માં આવ્યું છે.
jain Education International
For Privateucersonal Use Only
www.jainelibrary.org