________________
લક્ષણ : સમ્યક્ત્વ કે સંમતિ જીવનમાં રસાયું છે કે નહિ તેની ઓળખ માટેના પાંચ ચિ લ બતાવાયા છે. જીવનમાં એ પાંચ વ્યવહારમાં વર્તાય તેને સમકિતીની કહે છે. લક્ષણ આ પ્રમાણે છે. ૧. શમ : રાગ અને દ્વેષ, સુખ અને દુ:ખ, સંયોગ અને વિયોગ,
શત્રુ અને મિત્ર વગેરે તમામ ઢંઢો માં સમભાવ રાખે. દુઃખો થી
દીન ન બને, સુખોથી અભિમાની ન બને. ૨. સવેગ : જીવનના તમામ ભૌતિક પદાર્થોને ક્ષણભંગુર માની
તે માં આસક્ત ન બને અને સંસારના સર્વ સંબંધો પ્રત્યે
ઉદાસીન રહીને હરપળ વૈરાગ્ય ભાવમાં રમણ કરે. ૩. નિર્વેદ : પરિગ્રહમાં મમતા ન રાખે. આરંભ-સમારંભો કરે
નહિ. આરંભ-પરિગ્રહને મહાઅનાથનું મૂળ જાણીને તેનાથી તે શક્ય વધુ દૂર રહે, સંયમમાં રહે અને સંસારને અસા૨ સમજે. અનુકંપા : જીવ માત્ર પ્રત્યે દયા અને કરૂણાનો ભાવ અને પ્રયત્ન રાખે. કોઈપણ જીવને ઈરાદાપૂર્વક દુ:ખ પહોંચાડે નહિ અને દુ:ખી જીવોના દુઃખ હળવા કરવાનો યથાશક્ય પ્રયત્ન
૪.
કરે.
આતિય : સર્વજ્ઞ ભગવાને કહેલા ધર્મતત્ત્વ પર પૂર્ણ શ્રદ્ધા રાખવી ને તે મુજબ વર્તવું તથા નિરંતર ધર્મમય જીવન જીવવું અને શ્રદ્ધા પરિણત મનો ભાવના ટકાવી રાખવી તે આસ્તિ ક્ય કહેવાય છે. આ સિવાય પણ સમક્તિના અન્યવિધ લક્ષણો બતાવાયા છે.
મિથ્યાત્વ કર્મબંધનું મુખ્ય અને મહત્ત્વનું કારણ છે મિથ્યાત્વ. મિથ્યાત્વ એટલે દરેક બાબતમાં ઊંધું અને ઊલટું સમ જવું, માનવું, વિચારવું અને આચરવું.
દા.ત. જેઓ મિથ્યાત્વી છે, તેઓ ધર્મને અધર્મ અને અધર્મને ધર્મ માને છે. સાધુને આ સાધુ અને અસાધુને સાધુ માને છે વગેરે.
મિથ્યાત્વ ૨૫ પ્રકારનું છે. સાહિત્ય :
વિશે જ અભ્યાસ માટે તત્વાર્થ સૂત્ર, સમ્ય કુત્વ, સપ્રતિકા, સમ્યક્ત્વના ૬૭ બોલની સઝાય આદિ ગ્રંથો વાંચવી.
૬૩ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org