________________
૨. દર્શનાવરણીય કર્મ : આત્માને અનંત દર્શન - ગુણને આવૃત્ત કરનાર પુદ્ગલને દર્શનાવરણીય કર્મ કહે છે.
ગુરખો કે ચોકીદાર ચોકી કરતો હોય તો એ વિસ્તારમાં પ્રવેશ કરી શકાતો નથી. એ જ પ્રમાણે આ કર્મ આત્માનું દર્શન થવામાં અવરોધક બને છે. આ કર્મ નવ પ્રકારનું છે.
શેનાથી બંધાય ? ગુણીજનોની નિંદા-કુથલી કરવાથી, ગુણી અને જ્ઞાનીજનોની અવહેલના કરવાથી, કત ધ થવાથી, ભગવાનના વચનોમાં શંકાકુશંકા કરવાથી, ધર્મ સાધનામાં અવરોધ ઉભો કરવા વગેરેથી દર્શનાવરણીય કર્મ બંઘાય છે.
કર્મ ફળ : દર્શનાવરણીય કર્મના લીધે જીવાત્માને આંખે ઓછું દેખાય. અંધાપો આવે, અનિદ્રાનો ભોગ બને, બેઠાં બેઠાં કે ચાલતા ચાલતા ઊંઘે, આત્માનું દર્શન કરી શકે નહિ વગેરે ફળ ભોગવે છે.
૩. વેદનીય કર્મ : સુખ અને દુઃખની અનુભૂતિ કરાવનાર પુદ્ગલને વેદનીય કર્મ કહે છે. તલવારની ધાર જેવું છે. આ કર્મ. તલવારની ધા૨ ૫૨ મધ ચોપડયું હોય અને તે ચાટવાથી પહેલાં તો મીઠાશનો અનુભવ થાય, પણ પછી તે ધા૨ વાગવાથી દુઃખને વેદનાનો અનુભવ થાય છે, અને અફીણ ચો પડેલ તલવારની ધાર ચાટવાથી પહેલાં અને પછી બંને સમયે કડવાશનો અનુભવ થાય છે.
આ કર્મથી સુખની પણ અનુભૂતિ થાય છે અને દુઃખની પણ અનુભૂતિ થાય છે. આ કર્મ બે પ્રકારનું છે.
શેનાથી બંઘાય ? જીવ માત્ર ઉ૫૨ દયા-કરૂણા કરવાથી, દુ:ખીઓના દુ:ખમાં સહભાગી બની તેમના દુઃખ હળવા કરવાથી શાતા વેદનીય કર્મ
પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org