________________
જીવનું સ્વરૂપ જેનામાં સહજ અને સ્વાભાવિક વૃત્તિ અને પ્રવૃત્તિ હોય તે જીવ છે. તે ચેતન છે. ખાવાની વૃત્તિ, ભયની વૃત્તિ, મૈથુનની વૃત્તિ અને મારાપણા (પરિગ્રહ)ની વૃત્તિ - આ ચાર મુખ્ય વૃત્તિ અને પ્રવૃત્તિ જેમાં હોય તે જીવ છે.
દેહની સાથે આત્મા એકાકાર ને સંયુક્ત હોય છે ત્યારે એ જીવાત્મા માં ઉપર્યુક્ત ચાર સહજ વૃત્તિ અને પ્રવૃત્તિ હોય છે. જીવાત્માની આ બાહ્ય ઓળખ છે.
જીવાત્માનું ભીતરી સૌન્દર્ય પણ છે. અનુભૂતિથી તે અભિવ્યક્ત થાય છે. આત્માનું આ ભીતરી સૌન્દર્ય નિરંજન અને નિરાકાર છે. કર્મથી એ મુક્ત છે. તત્વની અપેક્ષાએ આત્મા ન એ સ્ત્રી છે, ન પુરુષ છે, ન નપુંસક. આત્મામાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ અને અસીમ સુખ રહેલાં છે. આ તેના મૂળભૂત ગુણો છે.
જૈનધર્મ માને છે કે કર્મના આવરણના કારણે આત્માનું અનુપમ સૌન્દર્ય અવગુંઠિત રહે છે. જીવાત્મા જેવા કર્મો કરે છે તેવું તેને ફળ મળે છે. કર્મના લીધે જ જીવાત્મા જન્મમરણનાં દુઃખો ભોગવે છે, અને આ જ કર્મના કારણે તે વિવિઘ સુખો ભોગવે છે. જીવાત્માને કોઈ સુખ કે દુઃખ આપતું નથી. એ પોતે જ તેનો કત અને ભોક્તા છે.
કર્મનું સ્વરૂપ આત્મા અને કર્મનો સંબંધ અનાદિ છે, પણ અનંત નથી. આ અનાદિ સંબંધનો કાયમ માટે અંત કરી શકાય છે.
કર્મ પુદગલ છે. શરીર પર દુગલિક છે. તેનું કારણ કર્મ છે. આથી કર્મ પણ પુદ્ગલ છે. પૌગલિક કાર્યનું સમવાયી કારણ પોદ્ગલિક હોય છે. માટી પુગલ છે | ભૌતિક છે, તો તેનાથી બનનાર પદાર્થ પણ પૌદ્ગલિક | ભૌતિક જ હોવાનો.
આહા૨ આદિ સાનુકૂળ સામગ્રીથી સુખની અનુભૂતિ થાય છે શસ્ત્ર આદિ વાગવાથી દુઃખની. આહાર અને શસ્ત્ર બંને પૌગલિક છે. એ જ પ્રમાણે સુખ દુઃખનું કારણ કર્મ પણ પૌગલિક છે.
બેડીથી જીવાત્મા બંધાય છે. દારૂ પીવાથી તે બકવાસ કરે
૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org