Book Title: Jain Dharm
Author(s): Vatsalyadeep
Publisher: Vatsalyadeep Foundation Ahmedabad

View full book text
Previous | Next

Page 58
________________ Subs જૈન ધર્મનું કર્મ વિજ્ઞાન Karman (૧) કર્મ (૨) કષાય (૩) લેશ્યા શ્રમણ ભગવાન મહાવીરને કેવળજ્ઞાન ઉપલબ્ધ થયું અને તેમણે સર્વપ્રથમ ધર્મ-પ્રવચન આપ્યું. પ્રારંભમાં જ તેમણે કહ્યું : ઉત્પન્નઈ વા, વિગમેઈ વા, ધુવેઈ વા. આ ત્રણ ઉત્પાદ, વ્યય અને ધ્રુવ-શબ્દો દ્વારા ભગવાન મહાવીરે જૈન તત્ત્વજ્ઞાનની ભવ્ય અને વિરાટ ઈમારતનો પાયો બાંધી આપ્યો. તેમણે કહ્યું : દ્રવ્ય ઉત્પન્ન થાય છે. દ્રવ્ય નાશ પામે છે. દ્રવ્ય સ્થિર રહે છે. દ્રવ્યના પ્રત્યેક અંશમાં નિત્ય અને નિયમિત પરિવર્તન થાય છે. પ્રતિપળ તે ઉત્પન્ન થાય છે, નષ્ટ થાય છે અને સ્થિર પણ રહે છે. દ્રવ્યનું મૂળ સ્વરૂપ અકબંધ અને અખંડ રહે છે, પણ તેમાં પર્યાય ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય (સ્થિરતા) આ ત્રયાત્મક સ્થિતિને સત્ કહે છે, જે સત્ છે તે દ્રવ્ય છે. અને દા.ત. સોનું એ સુવર્ણરૂપે સ્થિર રહે છે. તેનાં રૂપ અને ઘાટ બદલાય છે. પણ સોનું નથી બદલાતું. તાત્પર્ય દ્રવ્યનો નાશ નથી થતો. દ્રવ્યનું રૂપાંતર થાય છે. મૂળ દ્રવ્ય તો જેવું હોય તેવું ને તેવું જ રહે છે. આપણે જોઈએ છે કે જીવ મરી જાય છે. વાસ્તવમાં જીવ કયારેય મરતો નથી. જીવ બીજો જન્મ લે છે. તેનો દેહ માત્ર બદલાય છે. તેનો આત્મા દ્રવ્ય રૂપે તો તે સ્થિર જ રહે છે. અક્ષય અને સનાતન રહે છે. જીવ કહો, આત્મા કહો, ચેતન કહો, તે ખધાં એક જ અર્થવાચી શબ્દો છે. જૈન ધર્મ કહે છે કે આત્મા અનાદિકાળથી કર્મથી અંધાયેલો છે. જૈન ધર્મમાં જીવ અને કર્મ વિષે સૂક્ષ્મ, ગહન અને વિસ્તૃત વિચારણા કરવામાં આવી છે. Jain Education International ૪૯ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100