________________
માનવજન્મમાં આત્મજ્ઞાન અને આત્માનુભૂતિ દુર્લભ છે. (પણ અશક્ય તો નથી જ), - આમ વિચારવું તે બોધિ દુર્લભ ભાવના
૧૨. ઘર્મસ્યાખ્યાત ભાવના : એ કમાત્ર આત્મધર્મ જ તરણતારક
છે. આત્મધર્મની આરાધના અને સાધનાથી જ મુક્તિ પામી શકાય છે. આમ ચિંતવવું તે ધર્મસ્યાખ્યાત ભાવના છે.
આ બાર ભાવનામાં માત્ર કોરું અને લુખ્ખું ચિંતન જ નથી કરવાનું. વિચારને આચરણમાં પણ મૂકવાનો છે.
અનિત્ય ભાવના ભાવીને અનિત્ય પદાથો પ્રત્યેની આસક્તિ અને મમતા નો ત્યાગ કરવાનો છે. અશરણ ભાવના ભાવીને એકમાત્ર આત્મધર્મનું જ શરણ સ્વીકારવાનું છે. સંસાર ભાવના ભાવીને જીવનને વૈરાગ્યના ઘેરા રંગથી રંગવાનું છે. એ કત્વ ભાવના ભાવીને એક માત્ર આત્માનું હિત થાય તેવું જીવન જીવવાનું છે. અન્યત્વ ભાવના ભાવીને દેહની આળ પંપાળ છોડીને આત્માનુભૂતિ કરવાની છે. અશુચિ ભાવના ભાવીને દેહથી ભોગવાતાં ભોગોપભોગથી વિ૨મવાનું છે. આશ્રવ ભાવના અને સંવર ભાવના ભાવીને ચિત્તને હરહંમેશ આત્મમય રાખવાનું છે. નિર્જરા ભાવના ભાવીને તપસ્યા દ્વારા કર્મોનો ક્ષય કરવાનો
૧૦. લોકસ્વરૂપ ભાવના ભાવીને અહમ અને મમુ - હું અને
મારાપણાની વૃત્તિનો વિલય કરવાનો છે. ૧૧-૧૨. બોધિ દુર્લભ અને ધર્મ સ્વાખ્યાત ભાવનાઓ ભાવીને
આત્મધર્મની અથાક અને અવિરત આરાધના કરવાની છે.
४७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org