________________
૩.
સાંજે નથી હોતું. સાંજે જે સ્વરૂપ હોય છે તે બીજી સવારે નથી હોતું. આમ સંસારના તમામ રૂપ, સ્વરૂપ, સંબંધો વગેરે અનિત્ય છે, ક્ષણભંગુર અને અલ્પકાલીન છે. તો એમાં મોહ અને મમતા રાખવાનો શું અર્થ ? આ પ્રમાણે સતત વિચારણા કરવી તે અનિત્ય ભાવના છે. અશરણ ભાવના : માણસ આધિમાં હોય કે વ્યાધિમાં હોય કે પછી એ ઉપાધિમાં હોય, એ સમયે તેને કોઈ મદદ કરી શકે. એ દુ:ખનો ઉપચાર પણ થઈ શકે. પરંતુ એ દુઃખની વેદના, એ સંતાપ અને પરિતા૫માં કોઈ જ ભાગ પડાવી શકતું નથી. એ પીડા અને પરિતાપ તો માણસે ખુદ એ કલાએ પોતે જ ભોગવવા પડે છે. તેમાં માત્ર શરણ અને સહારો પરમાત્માએ ઈંધેલો એક માત્ર ઘર્મ જ બની શકે છે, - આ પ્રમાણે સતત વિચારવું તેને અશરણ ભાવના કહે છે. સંસાર ભાવના : સંસાર એટલે અનેક જન્મો જન્મ. જીવાત્માએ ક્યારેક માણસનો જન્મ લીધો છે તો ક્યારેક દેવનો જન્મ લીધો છે. જ્યારે ક પશુ- પંખીનો જન્મ લીધો છે, તો ક્યારેક નરકમાં નારકીનો જન્મ લીધો છે. એવું બને છે કે, ગયા ભવમાં જે માતા હોય તે જ માતા આ ભવમાં પત્ની પણ હોય. આમ સંસા૨માં સંબંધો વિચિત્ર રીતે બદલાતા રહે છે. તો આવા સંસારમાં રહેવાનો શો અર્થ ? આ પ્રમાણે વિચારવું તે સંસા૨ ભાવના છે. એકત્વ ભાવના : જીવનયાત્રા હોય કે મરણયાત્રા. જીવાત્માએ આ યાત્રા એ કલાએ જ કરવી પડે છે. એ જન્મે છે એ કલો અને મરે છે પણ એ કલો. સારાં કે ખરાબ કર્મના ફળ પણ તે એ કલો જ ભોગવે છે. સગાં-સંબંધી- મિત્રો વચ્ચે પણ તે એ કલો જ હોય છે. કર્મના ફળના ભોગવટામાં જીવ એ કલો જ હોય છે. સંસા૨માં બધા જ સંબંધ સ્વાર્થના હોય છે. કોઈ કોઈનું સગું-સંગી નથી, - આ પ્રમાણે વિચારવું તે એકત્વ ભાવના છે. અન્યત્વ ભાવના : દેહના અણુ-પરમાણુમાં, રોમેરોમ અને લોહીના હ૨ કણમાં આત્માનો વ્યાપ અને વાસ છે, પરંતુ દેહ સ્વયં પોતે આત્મા નથી. દેહ અને આત્મા બંને ભિન્ન છે. દેહ મર્ચે છે. આત્મા અમર છે. દેહના રૂપ-રંગ આકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org