________________
હોય, ન કરવા યોગ્ય વિચાર કરતું હોય તો તેને તેમ કરતું રોકીને મનથી સદવિચાર કરવા. મનને આત્માના ચિંતનમાં
રત રાખવું. ૨. વચનગુપ્તિ : માણસ બોલે છે. એ સારું પણ બોલે છે અને
ખરાબ પણ બોલે છે. બોલવા યોગ્ય પણ બોલે છે. અને ના બોલવા યોગ્ય પણ બોલે છે. અપશબ્દો ન બોલવા. કડવું અને કૂર ન બોલવું. અમંગળ અને અહિતકારી ન બોલવું. હિત, મિત, પ્રિયને પ્રેરક બોલવું. કાયમુસિ : માણસ શરીરથી ઘણી પ્રવૃત્તિઓ કરે છે. સારી પ્રવૃત્તિ પણ કરે છે, ખરાબ પ્રવૃત્તિ પણ કરે છે. જરૂરની પ્રવૃત્તિ કરે છે, બીન જરૂરી પ્રવૃત્તિ પણ કરે છે. શરીર સાધનાનું મુખ્ય સાધન છે. આત્મ સાધનામાં સહાય ક થાય તેવી કાયાની પ્રવૃત્તિ વિશેષ કરવી અને આસને આત્મસાધન ઘરવું વગેરે.
સાધુ-સાધ્વી માટે આ પાંચ સમિતિ અને ત્રણ ગુમિનું પાલન ફરજીયાત છે. પાંચ મહાવ્રતોના પાલન ઉપરાંત તે બંને આ આઠનું પણ પાલન કરે છે.
વિચાર સંહિતા (સોળ ભાવના) વ્યક્તિત્વના નિર્માણમાં વિચાર મહત્ત્વનો ભાગ ભજવે છે. માણસ સારા વિચાર કરે છે. માણસ ખરાબ વિચાર કરે છે. તને, મન અને આત્મા ત્રણેય ઉ૫૨ આ વિચારની ચો કસ અસર પડે
એક વિચારને સતત વિચારવો, એ વિચારનું સમગ્રતયા ચિંતન કરવું તેને ભાવના કહે છે. ભાવના ભાવવાથી સ્વયં ભગવાન બની શકાય છે. આથી શ્રમણ ભગવાન મહાવીરે આત્મસાધનાને વેગ અને બળ મળે તે માટે એ ક વિચાર સંહિતા ઘડી આપી. અને કવિધ ભાવનાઓ માંથી તેમણે મુખ્ય અને મહત્ત્વની ૧૬ ભાવનાઓ બતાવી. આત્મસાધકોએ નિત્ય અને નિરંતર આ ભાવનાઓ ભાવવી જોઈએ. તે આ પ્રમાણે છે : ૧. અનિત્ય ભાવના : સંસારમાં કશું જ કાયમી અને અમર
નથી. જીવ જન્મે છે અને મારે છે. મૃત્યુ કોઈપણ પળે આવે છે. બાળ મૃત્યુ થાય છે અને યુવા મૃત્યુ પણ થાય છે. સંબંધો તૂટે છે. સંબંધો બદલાય છે. સવારે જે સ્વરૂપ હોય છે તે
४४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org