________________
સમિતિ : સમિતિ પાંચ છે. સમિતિ એટલે હરવા - ફરવા, બોલવા વગેરેની પ્રવૃત્તિઓનું નિયમન. ૧. ઈર્ષા સમિતિ : એ ટલે હરવા-ફરવા, બેસવા ઉઠવાની પ્રવૃત્તિ,
સાધકે આ બધી પ્રવૃત્તિઓ એવી રીતે કરવી જોઈએ કે જેનાથી કોઈ પણ જીવને દુ:ખ ન પહોંચે, કાળજીપૂર્વક ચાલવું જોઈએ જે થી ચાલતા પગ તળે કોઈ જીવ જંતુ કચડાઈ ન જાય, સામેની કે બાજુની વ્યક્તિને ધક્કો કે પગની ઠેસ ન લાગે. ભાષા સમિતિ : બોલવાની પ્રવૃત્તિ, શક્ય તેટલા વધુ સમય મૌન રહેવું. અનિવાર્ય જરૂર હોય તો જ બોલવું. કોઈનું અહિત થાય, કોઈનું અપમાન થાય, કોઈનું હૈયું દુભાય કે ઘવાય તેવું ન જ બોલવું. હંમેશા હિત, મિત અને પ્રિય
બોલવું. ૩. એષણા સમિતિ : ભોજન પાણીના પાત્રો મૂકવાની પ્રવૃત્તિ.
ભોજન પાણીના પાત્રો (વાસણો) બરાબ૨ ધોઈ, ચોખા કરીને નિદોષ સ્થાને વ્યસ્થિત મૂકવા. એ ઠી થાળી રાખી મૂકવી નહિ. પીવાનું પાણી ગ્લાસ માં અ [ રાખી મૂકવું નહિ.
(સાધુ-સાધ્વી માટે આ સમિતિનું પાલન ફરજીયાત છે.) ૪. આદાનનિક્ષેપણા સમિતિ : રોજબરોજના ઉપયોગમાં લેવાની
ચીજવસ્તુઓ મૂકવાની પ્રવૃત્તિ. દા.ત. વસ્ત્રો, પુસ્તકો વગેરે એવી રીતે લેવા મૂકવા કે જેથી કોઈ પણ જીવને દુઃખ ન પહોંચે. પારિષ્ઠાપાનિકા સમિતિ : ફેંકવાની પ્રવૃત્તિ. લીંટ હોય કે ગળ ફો હોય તે એવી રીતે ફેંકવો કે જેથી તેના દબાણમાં કોઈ જીવ મરી ન જાય. કચરો ફેંકતા સમયે, એ ઠવાડ નાં ખાતા સમયે, પાણી ફેંકતા સમયે પણ આ બરાબર કાળજી રાખવી.
ગુમિ : ત્રણ પ્રકારની ગુણિ એટલે રોકીને વાળવું. ૧. મનગુપ્તિ : માણસ મનથી વિચારે છે. એ સારું પણ વિચારે
છે અને ખરાબ પણ વિચારે છે. મને ખરાબ વિચાર કરતું
૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org