Book Title: Jain Dharm
Author(s): Vatsalyadeep
Publisher: Vatsalyadeep Foundation Ahmedabad

View full book text
Previous | Next

Page 50
________________ છે અને જે પૂજાતિ પૂજ્ય છે, તે અરિહંત છે. તેમને વીતરાગ, તીર્થકર, અહંત, જિન, જિનેશ્વર આદિ પુણ્ય નામોથી પણ ઓ ખાળવામાં આવે છે. ૨. સિદ્ધ : શુભ અને અશુભ તમામ કામોનો નાશ કરીને જેઓએ પરમાત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરી છે તેવા મુક્ત, બુદ્ધ, નિરંજન, નિરાકાર આત્માઓને સિદ્ધ કહે છે. આચાર્ય : જૈન સાધુઓના એક સમુદાયના વરિષ્ઠ નાયકને આચાર્ય કહેવાય છે. જે સાધુ જ્ઞાન, ચારિત્ર અને સંયમની સાધનામાં વિશિષ્ટ હોય, ધર્મ વ્યવસ્થાની જવાબદારી વહન કરવામાં સક્ષમ અને સમર્થ હોય તેવા જૈન સાધુને આચાર્યની સર્વોચ્ચ પદવી અપાય છે. આવા આચાર્યનો જીવન વ્યવહાર જ એવો હોય છે કે તેમનું આચરણ પણ મૌન અને પ્રેરક ઉપદેશ બની રહે છે. અરિહંતની ચિર અનુપસ્થિતિમાં આચાર્ય, સાધુ -સાધવી, શ્રાવ ક-શ્રાવિ કા રૂ૫ શ્રી ચતુર્વિધ સંઘ ની જવાબદારીઓનું વહન કરે છે. ૪. ઉપાધ્યાય : જે જૈન સાધુ જ્ઞાન, ચારિત્ર અને સંયમમાં વિશેષ હોય, જેમણે ધર્મ અને દર્શન શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય અને બીજાઓને ભણાવવા જેટલું શાસ્ત્રો પર પ્રભુત્વ મેળવ્યું હોય તેવા સાધુને ઉપાધ્યાય કહે છે. આ પણ એક પદવી છે. ૫. સાધુ : શ્રમણ ભગવાન મહાવીર પ્રરૂચિત પાંચ મહાવ્રતોનું પાલન કરી આત્મસાધનામાં રમમાણ રહેતા ભેખધારીને સાધુ જેનો અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ - આ પાંચને પંચ પરમેષ્ઠિ કહે છે. તેઓ પાંચેયની ભગવાનની જેમ પૂજા - ભક્તિ કરે છે. તેમના પર તે ઓ અનહદ આસ્થા અને આ દર ઘરાવે છે. ૬. દર્શન : દર્શન એટલે અડગને સુદ્દઢ શ્રદ્ધા. શ્રમણ ભગવાન મહાવીરે ચીંધેલા આત્મસાધના માટેના તત્ત્વો, આલંબનો અને માર્ગમાં દૃઢ શ્રદ્ધા રાખવી, તેને દર્શન કહે છે. આ દર્શન સભ્ય કુત્વ, સમક્તિ અને સ મ્યગ્દર્શન ના મો થી પણ, ઓખળાય છે. ૪૧ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100