________________
૬.સંલીનતા : મન વારંવાર અશુભ વિચાર કરે છે. ઈન્દ્રિયો અશુભ આચાર કરે છે અશુભ વિચાર અને આચાર તરફ દોડી જતા મન અને ઈન્દ્રિયોને શુભ વિચાર અને આચારમાં સ્થિર કરવા તેને સંલીનતા તપ કહે છે.
એક જ આસને કલાકો સુધી બેસીને કે ઊભા રહીને ધ્યાન ઘરવું વગેરે કાયકલેશ તપ છે.
આત્યંતર તપ :
આ તપનો મુખ્ય સંબંધ આરાધકના મન સાથે છે. આ તપમાં અંતરની શુભ ભાવનાનું મહત્ત્વ છે. આ ભાવના દેખી શકાતી નથી. આથી આ તપને આશ્ચંત૨ તપ કહ્યું છે. તેના પણ છ પ્રકાર છે :
૧.
પ્રાયશ્ચિત : જાણતાં કે અજાણતાં માણસથી ભૂલ થઈ જાય છે. પાપ થઈ જાય છે. દોષનું સેવન થઈ જાય છે. આવું જે કંઈ પાપ થઈ ગયું હોય, આવો જે કંઈ દોષ સેવાઈ ગયો હોય તેનો ખરા અંત: કરણથી પસ્તાવો કરવો. સદ્ગુરુ પાસે જઈને એ પાપનો આંસુભીની આંખે એકરાર કરવો. એ પાપની સજાની માંગણી કરવી અને થઈ ગયેલું પાપ ફરીથી નહિ કરવાની પ્રતિજ્ઞા કરવી, તેને પ્રાયશ્ચિત તપ કહ્યું છે.
૨. વિનય : જેઓ પોતાનાથી ઉંમરમાં મોટાં છે, જેઓ પોતાનાથી વધુ જ્ઞાની અને ગુણવાન છે તે સૌ વડીલો, સંતો, સજ્જનો આદિનો આદા૨-સત્કાર કરવો. તેમનું બહુમાન કરવું. તેમનાં ગુણોની પ્રશંસા કરવી. તેને વિનય તપ કહ્યું છે.
૪.
૩. વૈયાવચ્ચ : જ્ઞાની અને તપસ્વી, આચાર્ય, ઉપાધ્યાય, સાધુસાધ્વી તથા વડીલ, વૃદ્ધ, બિમાર આદિની વિવિધ પ્રકારે ઉચિત સેવાભક્તિ કરવી.
સ્વાધ્યાય : આત્માને નિર્મળ અને નિર્મમ બનાવવામાં પ્રેરણા અને બળ આપે, સદ્ વિચાર અને સદાચારને સુદૃઢ કરે તેવાં ગ્રંથો- પુસ્તકોનો અભ્યાસ કરવો. તેનું વાંચન-શ્રવણ કરવું.
૫. ધ્યાન: પવિત્ર ને નિર્દોષ આસન ઉપર સ્થિરને અડોલ બેસીને કે ઊભા રહીને, એકાગ્ર ચિત્તે પરમાત્માનું ચિંતનમનન કરવું.
Jain Education International
૩૯
For Private & Personal Use Only
www.jainelibrary.org