Book Title: Jain Dharm
Author(s): Vatsalyadeep
Publisher: Vatsalyadeep Foundation Ahmedabad

View full book text
Previous | Next

Page 47
________________ () માસક્ષમણ : પૂરા એક મહિના સુધી ભોજન પાણી બંને કે માત્ર ભોજન ત્યાગને માસક્ષમણ કહે છે. યાવ ક્રીવ અનશન બે પ્રકારનું છે. એક ભત્ત પ્રત્યાખ્યાન. તેના અંતિમ શ્વાસ સુધી ચારેય પ્રકારના આહા૨ ૧. આહા૨ ૨. પાણી ૩. મેવા-મીઠાઈ ૪. મુખવાસ વ. ચારેય આહારનો ત્યાગ કરવાનો હોય છે. બે, પાદો પગ મન, તેમાં ચારેય આહારનો ત્યાગ કરી લાકડાની જેમ હલન ચલન કર્યા વિના એ ક જ આસને રહી આત્મધ્યાનમાં લીન રહેવાનું હોય છે. વિશિષ્ટતા : ઉપવાસમાં માત્ર ઉકાળેલું જ પાણી પીવાનું હોય છે. સૂર્યાસ્ત પછી પાણીનો પણ ત્યાગ કરવાનો હોય છે. અને પાણી પણ એક જગ્યાએ બેસીને જ પીવાનું હોય છે. ભોજન અને પાણી બંનેને આખા દિવસના ત્યાગને ચઉવિહાર ઉપવાસ કહે છે. પર્યુષણમાં આ તપ વિશેષ પ્રકારે થાય છે. આ પર્વમાં મોટી સંખ્યામાં આરાધકો અદ્રમ, અઠ્ઠાઈ કે માસક્ષમણની તપસ્યા કરે ૨. ઉણોદરી : ભૂખ કરતા થોડુંક ઓ છું ખાવું-પીવું. ૩. વૃત્તિ સંક્ષે ૫ : ભ ગ ૫ભ ગની તે મ જ ખાવા પીવાની ચીજવસ્તુઓની મર્યાદા ઘટાડવી. જીવનની જરૂરિયાતો ઘટાડતા જવી. ૪. રસત્યાગ : મનને દૂષિત અને દોષિત કરે, વૃત્તિયોને વિકૃત કરે તેવા ખાદ્ય પદાર્થો, પ્રસાધનોનો ત્યાગ કરવો. આમાં વિગઈ તથા મહાવિગઈનો સંબંધ મુખ્ય સમજવાનો છે. દૂધ, દહીં, તેલ, ઘી, ગોળ અને તળેલી વસ્તુઓ (આ વિગઈઓ છે.) તથા માંસ, માખણ, મદિરા અને મધ (આ મહાવિગઈઓ છે.)નો ત્યાગ કરવો જોઈએ. ૫. કાયકલેશ : દુઃખના પ્રસંગોમાં પણ ચિત્તની શાંતિ, સ્વસ્થતા અને પ્રસન્નતા અખંડ અને અકબંધ રહે છે કે નહીં તેની કસો ટી કરવા માટેનો પ્રયોગ. ધોમ તડકામાં ઉઘાડા પગે ને માથે ચાલવું, કડકડતી ઠંડીમાં ઉઘાડા શરીરે ધ્યાન ધરવું. ૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100