Book Title: Jain Dharm
Author(s): Vatsalyadeep
Publisher: Vatsalyadeep Foundation Ahmedabad

View full book text
Previous | Next

Page 45
________________ જૈન ધર્મમાં અભક્ષ્ય પદાથોં નું એક વિસ્તૃત વિજ્ઞાન છે. જીવવિચાર' આદિ ગ્રંથો માં તેની વિસ્તારથી સમજ અપાઈ છે. સંક્ષેપમાં પણ મુખ્યત્વે આમ છે : ૧. માંસાહાર : માંસાહારનો ત્યાગ કરવો જોઈએ .-કો ઈપણ પ્રકારના નાના મોટાં જીવોનું માંસ, માછલી તેમજ ઈંડાનું ભક્ષણ ન કરવું જોઈએ. (શક્ય હોય તો એ બધાનો જેમાં ઉપયોગ થયો હોય એવી દવાઓ અને વસ્તુઓનો ઉપયોગ પણ ન કરવો જોઈએ.) કંદમૂળ : કંદમૂળનો ત્યાગ કરવો જોઈએ. જમીન કંદવાળા પદાર્થોમાં અસંખ્ય જીવો હોય છે. તે માં ભક્ષણથી જીવહિંસા તો થાય જ છે. તે ખાવાથી મન વિકૃત બને છે. કાંદા, લસણ, આદુ, મૂળા, રીંગણા વગેરે ૨૨ પ્રકારનાં કંદમૂળ છે. તે ખાવાથી લોહી ગ૨મ બને છે, મન વાતવાતમાં ઉશ્કેરાયા છે અને વૃત્તિઓ વિકૃત બને છે. ૩. મઘનિષેઘ : દારૂના ઉત્પાદનમાં અસંખ્ય જીવોને મારવામાં આવે છે. દારૂ પીવાથી જીવહિંસા તો થાય જ છે. દારૂ પીનાર વિવેક ગુમાવીને ઘણીવાર ન કરવાનું કરી બેસે છે. બુદ્ધિ તેનાથી કુંઠિત બને છે. વૃત્તિઓ ઝડપથી ઉત્તેજીત થાય છે. તન મનને શાંત, સ્વસ્થ અને નિષ્પા૫ રાખવા માટે જીવનભર માંસાહાર, કંદમૂળ અને દારૂનો ત્યાગ કરવો જોઈએ. ૪. રાત્રિભોજન ત્યાગ : રાત્રિભોજનનો ત્યાગ શક્ય હોય તો સૂર્યાસ્ત થયા બાદ ભોજન અને પાણી બંને નો ત્યાગ કરવો જે ઈએ. પાણીનો ત્યાગ ન થઈ શકે તો રાત્રિભોજનનો ત્યાગ તો અવશ્ય કરવો જોઈએ. આરોગ્ય વિજ્ઞાન પણ કહે છે કે સૂર્યાસ્ત પછી જમેલું બરાબર પચતું નથી. ભોજન નહિ પચવાથી અજીર્ણ, કબજિયાત વગેરે રોગો થાય છે. પેટ બગડેલું હોય તો પરમાત્માની ભક્તિ સ્વસ્થ અને પ્રસન્નચિત્ત ન થઈ શકે. બીજે રાત્રે વધુ જીવોની ઉત્પત્તિને મૃત્યુ થાય છે. રાત્રિ ભોજનથી આવા અસંખ્ય જીવોની હિંસા થાય છે. જીવહિંસાના પાપથી બચવા અને આરોગ્યને નિરોગી રાખવા માટે પણ રાત્રિભોજનનો ત્યાગ કરવો જોઈએ. ૩૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100