________________
જેન ઘર્મની આહાર વિહાર સંહિતા
દેવો નહિ, દાનવો તો નહિ જ, પશુ-પંખીઓ પણ નહિ, માત્ર માણસ જ ઉચિત અને જરૂરી સાધના કરીને મુક્તિ પામી શકે છે. આથી માનવજીવનનું ૫૨મ લક્ષ્ય છે મોક્ષ. આ લક્ષ્યને સિદ્ધ કરવા માટે શ્રમણ ભગવાન મહાવીરે સાધના માર્ગનું નિરૂપણ કર્યું.
સાઘના માર્ગને સરળ અર્થ છે આચાર સંહિતા. સાધુ-સાધ્વી માટે પાંચ મહાવ્રત અને શ્રાવક-શ્રાવિકા માટે બા૨ વ્રત આચા૨ છે. આ સાધ્વાચાર અને શ્રાવ કાચારને વધુ શુદ્ધ અને સુદ્દઢ કરવા માટે ભગવાન મહાવીરે આહાર સંહિતા (૫), વિહાર સંહિતા (અષ્ટપ્રવચન માતા) અને વિચાર સંહિતા (ભાવના)નું પણ નિરૂપણ કર્યું.
આહાર સંહિતા ઉકાળેલું પાણી : સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકાએ હંમેશ માટે ઉકાળેલું પાણી પીવું જોઈએ. વિજ્ઞાને આજે શોધ કરી. શ્રી તીર્થંકર પરમાત્માઓએ હજારો વરસ પહેલાં કહ્યું કે પાણી માં અસંખ્ય જીવો છે. જીવયુક્ત પાણી પીવાથી જીવોની હિંસા થાય છે અને અનેક શારીરિક રોગો પણ થાય છે. કોલેરા, મેલેરિયા આદિ રોગચાળાના સમયે આથી જ ઉકાળેલું પાણી પીવાનો આગ્રહપૂર્વક જાહેર પ્રચાર થાય છે. જીવહિંસાથી અને રોગોથી બચવા માટે ઉકાળેલું પાણી પીવું જોઈએ. અને કાચું પાણી ગાળીને પછી જ વપરાશમાં લેવું જોઈએ. પાણી ગાળીને તે મ જ ઉકાળીને પીવાથી વધુ હિંસાના પાપથી તેમ જ સંભવિત રોગોથી બચી શકાય છે. અભક્ષ્યભક્ષણ ત્યાગ : કહેવત છે, અન્ન તેવો ઓડકાર. ખાટું ખાધું હોય તો ખાટો ઓડકાર આવે. આહાર-પાણીની તને મન ઉપ૨, આચાર અને વિચાર ઉ૫૨ નિશ્ચિત અસર પડે છે. જે આહાર-પાણી લેવાથી મન વિકૃત બને, પ્રવૃત્તિઓ ઉકેરાય, વિચારો બગડે તેથી તેને અભક્ષ્ય ગણવામાં આવે છે. આરાધકોએ/સાધકો એ તેવા ભોજન-પાણીનો ત્યાગ કરવો જોઈએ.
૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org