________________
આ નિત્ય કર્તવ્ય ઉપરાંત ચૌદ પ્રકારની ચીજ વસ્તુઓના વપરાશ નો નિયમ પણ કરવાનો હોય છે. આમાં આરાધકે સંખ્યા અને મર્યાદા નક્કી કરવાની હોય છે. ચૌદ નિયમથી તે પ્રસિદ્ધ છે. તે આ પ્રમાણે : ૧. સચિત્ત-સજીવ દ્રવ્યોના ઉપયોગની મર્યાદા બાંધવી. ૨. દ્રવ્ય -ખાદ્ય વસ્તુઓની સંખ્યા નક્કી કરવી. ૩. વિગઈ - દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને તળેલી વસ્તુ -
આ છ વિગઈની મર્યાદા બાંધવી. ૪. વાહ - બૂટ, ચંપલ વગેરે પગરખાં ની સંખ્યા બાંધવી. ૫. તંબોલ - પાન, સોપારી વગેરે મુખવાસની મર્યાદા બાંધવી. ૬. વસ્ત્ર - પહેરવા, ઓઢવાનાં વસ્ત્રોની સંખ્યા નક્કી કરવી. ૭. ફુલ - ફુલના પ્રકાર, સંખ્યા વગેરેની સીમા બાંધવી. ૮. વાહન - વાહનની સંખ્યા નક્કી કરવી. ૯. શયન – સૂવાનાં સાધનો (પલંગ, પથારી વ.)ની મર્યાદા બાંધવી. ૧૦. વિલેપન - દેહની સાજસજા માટેના પ્રસાધન સાધનોની મર્યાદા
બાંધવી. ૧૧. બ્રહ્મચર્ય - મૈથુન સંબંધની સંખ્યા બાંધવી. ૧૨. દિશા - આવવા જવાની દિશાઓના વિસ્તારની મર્યાદા બાંધવી. ૧૩. સાન - નહાવાની સંખ્યા બાંધવી. ૧૪. ભોજન પાણી - ભોજન અને પાણીની મર્યાદા બાંધવી.
દેશવિરતિ ધર્મ (શ્રાવકના બાર વ્રત)નો આરાધક સવારનું પ્રતિક્રમણ કરતા સમયે જ મનથી, પોતાના આત્માની સાક્ષીએ નક્કી કરે છે કે આજે હું માત્ર છ વાનગી જ ખાઈશ, માત્ર બે ટંક જ ખાઈશ, ખાવામાં પણ તળેલી વસ્તુ નહિ ખાઉં, આજ હું ટ્રેનના ઉપયોગ નહિ કરું વગેરે. આમ ચૌદ પ્રકારનું રોજ નિયમન કરવાનું હોય છે.
૩૩ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org