Book Title: Jain Dharm
Author(s): Vatsalyadeep
Publisher: Vatsalyadeep Foundation Ahmedabad

View full book text
Previous | Next

Page 40
________________ ૯. લોભ (લાલચ રાખવી) ૧૦. રાગ (મોહ મમતા રાખવા) ૧૧. દ્વેષ (કિન્નાખોરી રાખવી) ૧૨. કલહ (ઝઘડાં કરવા) ૧૩. અભ્યાખ્યાન (આક્ષેપ કરવા) ૧૪. પૈશુન્ય (ચાડી ચુગલી કરવી) ૧૫. રિત અતિ (ઝડપથી કે વારેવારે રાજી, ઝડપથી નારાજ થવું) ૧૬. પ૨પરિવાદ (નિંદા કુથલી કરવી) ૧૭. માયા મૃષાવાદ (કપટ રાખીને જુદું ખોલવું) ૧૮. મિથ્યાત્વ શલ્ય (ખોટાં તત્ત્વોને સાચાં અને સાચાં તત્ત્વોને ખોટા માનવા) ખાર વ્રતો અંગીકાર કરનાર શ્રાવક અને શ્રાવિકાએ ઉપર્યુક્ત ૧૮ પાપોનો ત્યાગ કરવાનો હોય છે. આમ દેશિવરતિ ધર્મના આરાધકે બાર વ્રતોનું પાલન, પંદર પ્રકારના કર્માદાન (વેપાર-ધંધા) અને ૧૮ પ્રકારના પાપનો ત્યાગ કરવાનો હોય છે. રોજનાં કર્તવ્ય સાધુ-સાધ્વી તેમજ શ્રાવક-શ્રાવિકાએ રોજ છ કર્તવ્યો અચૂક કરવાનાં હોય છે. આ કર્તવ્યોને આવશ્યક' કહે છે. આવશ્યક એટલે અચૂક કરવા યોગ્ય કર્તવ્ય. તે છ છે, તે આ પ્રમાણે : ૧. સામાયિક : નિર્દોષ અને પવિત્ર સ્થળે, નિર્દોષ આસન ઉપર અડતાલીસ મિનિટ સુધી સ્વાધ્યાય, ધ્યાન, જપ વગેરે ધાર્મિક પ્રવૃત્તિ જ કરવાની ક્રિયાને સામાયિક કહે છે. આમા કટાસણું, ચરવળો, મુહપત્તિ વગેરે ઉપકરણો અનિવાર્ય છે. સામાયિક લેવા અને પારવા માટેની ખાસ વિધિ છે, અને આ વિધિનાં નિશ્ચિત સૂત્રો છે. ૨. ચતુર્વિશતિસ્તવ : ચતુર્વિશતિ એટલે ચોવીસ. સ્તવ એટલે વંદન, પૂજન, કીર્તન વગેરે. ૨૪ તીર્થંકરોની સ્તુતિ અને સ્તવના કરવી. Jain Education International ૩૧ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100