________________
સ્ત્રી કે પુરુષ આ બા૨ વ્રત અમુક સમય માટે કે આજીવન માટે લઈ શકે છે.
કર્માદાન (ન કરવા યોગ્ય વ્યવસાય) ભગવાન મહાવીરે કહ્યું કે જેઓ શ્રાવકના બાર વ્રત અંગીકાર કરે છે તેમણે પંદર પ્રકારના કર્માદાન (વ્યવસાય) નહિ કરવા જોઈએ. ૧. અંગાર કર્મ : જે વ્યવસાયમાં અગ્નિનો ઉપયોગ મોટાં ને
જંગી પ્રમાણમાં થયો હોય તેવો વ્યવસાય. દા.ત. ફટાકડા બનાવવા, ક્ષારો, રસાયણો, ભસ્મો વગેરે બનાવવાના ધંધા. વન કર્મ : વૃક્ષ અને વેલીઓ વગેરે વનસ્પતિઓને ઉખેડવાનો ધં ધો. દા.ત. જંગલો કાપવા, ઘાસનાં બીડ રાખવા, ફળની
છાલો ભેગી કરવાનો ધંધો વગેરે. ૩. શકટ કર્મ : ગાડા, ટાંગા, ઘોડાઘાડી, રિક્ષા, મોટર સાયકલ,
બસ વગેરે વાહનો બનાવવાનો કે વેચવાનો વ્યવસાય. ૪. ભાટક કર્મ : ભાડું વસુલ કરીને રોજીરોટી રળવાનો ઘંઘો.
દા.ત. ઘોડા-બળ દ ભા ડે આપવાં, રિક્ષા-ટેક્ષી વગેરે ભાડે આપવા વગેરે. સફોટક કર્મ : તોડફોડનો ધંધો. દા.ત. તળાવ-કૂવા, બોગદાં,
ગટર વગેરે ખો દી આ૫વાને કોન્ટ્રાક્ટ લેવો. ૬. દંત વાણિજ્ય કર્મ : હાથીદાંતને વેપા૨, પશુઓના ચામડાંનો
વેપાર, પંખીઓના પીંછાને વેપાર, કસ્તૂરીને વેપાર વગેરે
દંતવાણિજ્ય કર્મ છે. ૭. લાક્ષા વાણિજ્ય : જે કરવાથી ત્રસ જીવોની હિંસા થાય તેવા
ધંધા. દા.ત. વિવિધ વૃક્ષોમાંથી થતી લાખનો દંઘો, ગળી,
સાબુ, સાજીખાર વગેરે ઉત્પાદન કરવાનો ધંધો. ૮. રસ વાણિજ્ય : મધ, માખણ, દારૂ, તેમજ ઘી તેલનો વેપાર
૨સ વાણિજ્ય માં ગણાય છે. ૯. કેશ વાણિજ્ય : માણસ તેમજ પશુ-પંખીઓના વાળનો વેપાર
અથવા સ્ત્રી-પુરુષોને વેચવાનો વેપાર (લોહીનો વેપા૨) વગેરે.
૨૯ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org