________________
માટે કે મજાક મશ્કરીમાં કોઈની વસ્તુ ચોરી નહિ લેવાની પ્રતિજ્ઞા.
ઉદાહરણ : આ વ્રત અંગીકાર કરનાર કોઈ પ્રકારની ચોરી કરતો નથી. ચોરીનો માલ પણ રાખતો નથી. વગેરે. ૪. સ્થૂલ મૈથુન વિરમણ વ્રત : લગ્ન બાદ હા જાતીય સંબંધો નહિ રાખવાની પ્રતિજ્ઞા.
ઉદાહરણ : આ વ્રત અંગીકાર કરનાર લગ્નજીવનમાં જ સંતોષ ને સંયમ રાખે છે. એ કામોત્તેજક વાંચન, વાર્તાલાપ
અને દર્શન વગેરથી દૂર રહે છે. વગેરે. ૫. સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત : જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના સંગ્રહની મર્યાદા બાંધવાની પ્રતિજ્ઞા.
ઉદાહરણ : આ વ્રત અંગીકાર કરનાર વધારે નફો રળવા માટે વસ્તુઓનો સંગ્રહ કરતો નથી. જીવનની જરૂરિયાતોને શક્ય તેટલી ઓ છી રાખે છે.
ઉપર્યુક્ત પાંચ અણુવ્રત છે. ૬. દિકુ પરિમાણ વ્રત : દિકુ એટલે દિશા. બધી દિશાઓમાં જવા આવવાની મર્યાદા બાંધવાની પ્રતિજ્ઞા.
ઉદાહરણ : આ વ્રત અંગીકાર કરના૨ પોતાના પ્રવાસ અને પર્યટનોની સંખ્યા અને જવાના વિસ્તારની મર્યાદા બાંધે છે. એ નક્કી કરે છે કે હું દરિયાઈ પ્રવાસ નહિ કરું. વર્ષમાં
માત્ર અમુક દેશોને જ પ્રવાસે જઈશ વગેરે. ૭. ભોગપભોગ વિરમણ વ્રત : એકથી વધુ વખત ઉપયોગમાં
લેવાતી ક્રિયાને ભોગો ભોગ કહેવાય છે. કેટલીક ચીજ વસ્તુઓ એ કથી વધુ વખત વપરાશમાં લેવાય છે. દાત. ઘરેણા, કપડાં, ફર્નિચર, વાહન વગેરે ભોગપભોગનું પ્રમાણ કે સંખ્યા નિયત કરવાની પ્રતિજ્ઞા.
ઉદાહરણ : આ વ્રત અંગીકાર કરનાર ન કી કરે છે કે હું માત્ર છ જે ડી જ કપડાંનો ઉપયોગ કરીશ. હું માત્ર ચાર-પાંચ વાનગી જ ખાઈશ. હું માત્ર બે જ મો ટરનો ઉપયોગ કરીશ વગેરે.
૨૭ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org