________________
૧૨. જેઓ તેમને પગે લાગે છે, તેમને તેઓ ધર્મલાભ' કહીને આશીર્વાદ આપે છે. જૈન સાધુ-સાધ્વીના હૈયે એક જ ભાવ અને પ્રયત્ન હોય છે કે તમામ જીવો ધર્મને પામે. ધર્મની સાધના કરે. આથી તેઓ આશિર્વાદમાં એક જ શબ્દ કહે છે : ધર્મલાભ
૧૩. જૈન સાધુ-સાધ્વી સ્વાધ્યાય, ધ્યાન, જાપ વગેરેમાં રાત દિવસ રમમાણ રહે છે.
જૈન સાધુ-સાધ્વીનું જીવન જીવવું ઘણું કઠિન હોય છે. દરેક માટે તે જીવન જીવવું શક્ય નથી હોતું, આથી ભગવાન મહાવીરે ગૃહસ્થો માટે સ્વતંત્ર આચાર સંહિતા બતાવી. તેને દેશિવરતિ’ ધર્મ કહે છે.
ગૃહસ્થ ધર્મ (દેશવિરતિ ધર્મ) :
આ દેશિવરતિ ધર્મનું જેઓ પાલન કરે છે તે પુરુષોને શ્રાવક’ કહે છે અને સ્ત્રીઓને શ્રાવિકા' કહે છે. ભગવાન મહાવીરે શ્રાવક અને શ્રાવિકાઓ માટે ધર્મની આરાધના કરવા જે આચાર સંહિતા નક્કી કરી આપી, તે ખાર નિયમો (વ્રત)ની બનેલી છે.
આ ખાર વ્રતમાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત છે.
श्राषक
અણુવ્રત :
શ્રાવક અને શ્રાવિકાએ પણ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ નિયમોનું પાલન કરવાનું છે. ગૃહસ્થ જીવનમાં રહીને આ પાંચેયનું સર્વથા અને સદાય પાલન કરવું શક્ય નથી. ઘર અને ધંધો સંભાળવા માટે મને કે કમને હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહના પાપો ગૃહસ્થોને કરવા પડે છે. આ પાપોથી વધુમાં વધુ કેમ ખચી શકાય તે માટે જે નિયમાવલી છે, તેને સ્થૂળવ્રત કે અણુવ્રત કહે છે.
श्राविका
આ પાંચ વ્રત મર્યાદિત હોવાથી અણુવ્રત કહેવાય છે અને એની મર્યાદિતતા સૂચવવા માટે સ્થૂલ શબ્દ એની સાથે જોડવામાં આવે છે.
Jain Education International
૨૫
For Private & Personal Use Only
www.jainelibrary.org