________________
આ પાંચ મહાવ્રતોનું જે જીવનભર માટે પાલન કરે છે તેને સાધુ કે સાધ્વી કહે છે. પાંચ મહાવ્રતના નામ આ પ્રમાણે છે : ૧. પ્રાણાતિપાત વિરમણ (અહિંસા) ૨. મૃષાવાદ વિરમણ (સત્ય)
૩. અદત્તાદાન વિરમણ (અચૌર્ય) ૪. મૈથુન વિરમણ (બ્રહ્મચર્ય) ૫. પરિગ્રહ વિરમણ (અપરિગ્રહ)
જૈન દીક્ષા લેનાર દીક્ષાર્થી કે મુમુક્ષુ દીક્ષા લે છે ત્યારે દેવ, ગુરૂ અને સંઘ (સમાજ)ની સાક્ષીએ પ્રતિજ્ઞા લે છે કે, "હે ભગવંત ! હું સર્વ પ્રકારની હિંસાનો, સર્વ પ્રકારના અસત્યનો, તમામ પ્રકારની ચોરીનો, સર્વ પ્રકારના સ્ત્રી ભોગોનો અને તમામ પ્રકા૨ના પરિગ્રહનો મન, વચન અને કાયાથી જીવનભર માટે ત્યાગ કરવાનો નિયમ લઉં છું. આ પાંચ પ્રકારના પાપો હું પોતે કરીશ નહી. બીજા પાસે એ પાપો કરાવીશ નહિ અને એ પાપો જે કોઈ કરતું હશે તેને હું ટેકો આપીશ નહિ."
પુરુષ હોય કે સ્ત્રી, જે પણ જૈન દીક્ષા લે છે તે દરેક જીવનના છેલ્લા શ્વાસ સુધી ઉપર્યુક્ત પાંચ મહાવ્રતનું પાલન કરે છે, નિર્મળ જીવન જીવે છે અને આત્માને સર્વ કર્મથી મુક્ત કરીને મોક્ષમાં જવાની તીવ્ર ઉત્કંઠા રાખે છે. જેઓ પાંચ મહાવ્રતધારી છે, તેમને જૈનો ગુરુ ભગવંત માનીને તેમની સેવાભક્તિ કરે છે.
વિલક્ષણ જીવન
જૈન સાધુ-સાધ્વી માટે પાંચ મહાવ્રતના પાલન ઉપરાંત અન્ય આચાર સંહિતાનું પાલન કરવું અનિવાર્ય હોય છે. આ આચાર સંહિતાથી જૈન સાધુ-સાધ્વી અન્ય ધર્મ સંપ્રદાયના સાધુ- સાધ્વી કે સંન્યાસીઓથી અલગ તરી આવે છે. જૈન સાધુ-સાધ્વીઓ જે વિશિષ્ટ આચાર સંહિતાનું નિત્ય પાલન કરે છે, તે મુખ્યત્વે આ પ્રમાણે છે :
૧. જૈન સાધુ-સાધ્વી સિલાઈ વિનાના સફેદ વસ્ત્રો પહેરે છે.
૨. તેઓ ઉઘાડે પગે અને ઉઘાડે માથે રહે છે. મતલબ કે તેઓ ટોપી કે છત્રીનો તેમજ કોઈ પણ પ્રકારના બૂટ, ચંપલ કે ચાખડીનો ઉપયોગ કરતા નથી.
Jain Education International
૨૩
For Private & Personal Use Only
www.jainelibrary.org