Book Title: Jain Dharm
Author(s): Vatsalyadeep
Publisher: Vatsalyadeep Foundation Ahmedabad

View full book text
Previous | Next

Page 41
________________ 3. ૪. વંદનક : સાધુ-સાધ્વી ગુરૂભગવંતોને વિધિપૂર્વક વંદન કરવું. તેમની સેવાભક્તિ કરવી. વિનયપૂર્વક તેમની પાસે ધર્મનો અભ્યાસ કરવો. તેમની પાસેથી ધર્મનો ઉપદેશ સાંભળવો. ૬. પ્રતિક્રમણ : જાણતાં કે અજાણતાં થઈ ગયેલ પાપોનો પસ્તાવો કરી, ગુરૂ સમક્ષ તેનો એકરાર કરીને ક્ષમાપના માંગવાની એક વિશિષ્ટ ક્રિયા. આ પ્રતિક્રમણ કાળની અપેક્ષાએ પાંચ પ્રકારના છે. ૧. રાઈય પ્રતિક્રમણ (સવારના કરવાની ધાર્મિક ક્રિયા) ૨. દૈવસિક પ્રતિક્રમણ (સાંજના કરાતી ધાર્મિક ક્રિયા) ૩. પાક્ષિક પ્રતિક્રમણ દર પંદર દિવસે સાંજે કરાતી ધાર્મિક ક્રિયા) ૪. ચાતુર્માસિક પ્રતિક્રમણ (દર ચાર મહિને સાંજે કરાતી ધાર્મિક ક્રિયા) ૫. સંવત્સરી પ્રતિક્રમણ (વરસમાં એક વખત ભાદરવા સુદ ૪ની સાંજે કરાતી ધાર્મિક ક્રિયા) ૫. કાયોત્સર્ગ : કાયાનો ઉત્સર્ગ એટલે કાયોત્સર્ગ. કાયાને ભૂલીને દત્તચિત્તે કરવામાં આવતું ધ્યાન. તન અને મનને સ્થિર રાખીને આત્માનું ધ્યાન ધરવાની વિશિષ્ટ ક્રિયા. આ ક્રિયામાં કોઈપણ સૂત્રના સહારે આત્મસાધના કરવાની હોય છે. સૂત્રોમાં જેમ કે, નવકાર, લોગસ્સ વગેરે ગણાય . પ્રત્યાખ્યાન : પ્રતિજ્ઞાપૂર્વક રોજ કોઈપણ ચીજવસ્તુનો ત્યાગ કરવો. દા.ત. સૂર્યાસ્ત થયા પછી નહિ ખાવા પીવાની પ્રતિજ્ઞા લેવી. આ પ્રતિજ્ઞાને ચઉવિહાર કહે છે. આ પ્રતિજ્ઞા માટે જાણીતો શબ્દ પચખ્ખાણ છે. ચૌદ નિયમ પ્રત્યાખ્યાન કર્તવ્ય મુખ્યત્વે તપ સંબંધી છે. એને પચ્ચખાણ કહે છે. ગુરૂભગવંતની પાસે જઈને નવકારશી, એકાસણું, ઉપવાસ વગેરેનું પચ્ચક્ખાણ લેવાનું હોય છે. શ્રાવક અને શ્રાવિકાએ ઓછામાં ઓછું રોજ નવકારશી અને ચઉવિહારનું પચ્ચક્ખાણ કરવું જો ઈએ . નવકારશી એટલે સૂર્યોદય થયા પછી ૪૮ મિનિટ બાદ જ દાતણ, ચા, પાણી વગેરે કરવાની પ્રતિજ્ઞા. ચવિહાર એટલે સૂર્યાસ્ત થતાં પહેલાં ૪૮ મિનિટ પછી કંઈ પણ નહિ ખાવા-પીવાની પ્રતિજ્ઞા. Jain Education International ૩૨ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100