________________
બદલાય છે. આત્મા અપરિવર્તનીય છે. તો દેહના રંગ-રાગમાં શું રાચવું ? આ પ્રમાણે વિચારવું તે અન્યત્વ ભાવના છે.
૬. અશુચિ ભાવના : દેહનું રૂપ-સૌન્દર્ય ગમે તેટલું સોહામણું અને લોભામણું હોય, પરંતુ દેહ આખો ગંધાતા ને ગંદા પદાર્થોથી ખનેલો છે. મળ-મૂત્ર ગંદા ને ગંધાતા. માંસ અને મજ્જા ગંદા અને ગંધાતા. સુંવાળી અને રૂપાળી ચામડીના આવરણ હેઠળ ભયંકર ગંદવાડ અને દુર્ગંધ છે. આવા ગંદા અને ગંધાતા દેહનો શું મોહ રાખવો ? આવું વિચારવું તે અશુચિ ભાવના છે.
૭.
આશ્રવ ભાવના : આશ્રવ એટલે આવવાનો માર્ગ, જે માર્ગ આવવાનો છે તે માર્ગ જવાનો પણ છે. ખુલ્લા દરવાજામાં ખુલ્લા બારીબારણામાંથી આવી પણ શકાય અને જઈ પણ શકાય. મન એક એવું દ્વાર છે. મનથી શુભ અને અશુભ વૃત્તિ અને પ્રવૃત્તિ બંને થાય છે. અશુભ અને અસદ્ વૃત્તિને પ્રવૃત્તિ આત્માને મલિન બનાવે છે. શુભ અને અસદ્ વૃત્તિ અને પ્રવૃત્તિ આત્માને વિમળ અને વિશુદ્ધ અનાવે છે, વિચારવું તે આશ્રવ ભાવના છે.
આમ
૮. સંવર ભાવના : સંવર એટલે રોકવું. સંવર એટલે અટકાવવું. મનને, વાણીને અને કાયાને અસદ્ વૃત્તિ અને વ્યવહાર કરતાં અટકાવવા અને મન, વાણી અને કાયા ત્રણેયને સદાચાર ને સદૂવિચાર તરફ વાળવા, આને સંવર ભાવના કહે છે.
-
૯. નિર્જરા ભાવના : નિર્જરા એટલે ક્ષય કરવો. રાગ, દ્વેષ અને મોહના બંધનોનો ક્ષય કરવો. મમતા અને આસક્તિને ઓછા અને મોળાં કરવા. આત્મા ઉપર જામીને બાઝી ગયેલાં કર્મોનાં ગંજનો ક્ષય કરવો. તપસ્યા કરવાથી કર્મની નિર્જરા થાય છે, આમ વિચારવું તે નિર્જરા ભાવના છે.
૧૦. લોકસ્વરૂપ ભાવના : ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશના સ્વભાવવાળા ૧૪ રાજલોકનું સ્વરૂપ વિચારવું તે લોકસ્વરૂપ ભાવના છે.
૧૧. બોધિ દુર્લભ ભાવના : બધુ સુલભ અને સરળ છે. માનવજન્મ મળે. માનવ-જન્મમાં તમામ પ્રકારનાં સુખ અને આરોગ્ય મળે. સદ્ગુરુ પણ મળે. આ બધું મળવું સુલભ છે, પરંતુ
Jain Education International
૪૬
For Private & Personal Use Only
www.jainelibrary.org