Book Title: Jain Dharm
Author(s): Vatsalyadeep
Publisher: Vatsalyadeep Foundation Ahmedabad

View full book text
Previous | Next

Page 51
________________ ૭. જ્ઞાન : આત્માની ઓળખ અને અનુભૂતિ કરાવે તેને જ્ઞાન કહે છે. રાગ, દ્વેષ અને મોહરૂપી અંધકારને દૂર કરવામાં આ જ્ઞાન- આત્મજ્ઞાન ઉપયોગી બને છે. ૮. ચારિત્ર : લશ્કરના સૈનિક ઊંઘનું સહેજપણ ઝોકું ખાધા વિના ખડે પગે દેશના સીમાડાઓ ની ચાંપતી રક્ષા કરે છે તે પ્રમાણે થાક્યા કે કંટાળ્યા વિના, ગાફેલ રહા વિના સતત સાવધપણે આત્મભાવમાં જીવવું, આત્મમય બનવું તેને ચારિત્ર કહે છે. ૯. ત૫ : તન અને મનની વૃત્તિ, વિચાર અને આચારને સંયમિત કરવા માટેનું અનુષ્ઠાન કે ક્રિયા તેને તપ કહે છે. આ નવપદની સળંગ નવ દિવસ સુધી વિધિપૂર્વકની આરાધનાને નવપદની ઓળી કહે છે. આ નવ દિવસ સુધી માત્ર એક જ ટંક અને તે પણ ઘી, દૂધ, દહીં, ગોળ, તેલ અને તળેલી વસ્તુઓ વિનાનું લૂખું અને રૂક્ષ ભોજન લેવાનું હોય છે. આવા એ ક ટંકના ભોજનને આયંબિલ તપ કહે છે. દર વરસે આસો અને ચૈત્ર માસની સુદ ૭ થી પૂર્ણિમા સુધી આ નવ ૫ દની આયંબિલ ના ત૫ અને અન્ય વિધિ સહિત આરાધના કરવામાં આવે છે. આ તપ ઓછામાં ઓછું સાડા ચાર વર્ષ સુધી કરવાનું હોય છે. વ૨સી ત૫, નવપદ ઓળી ઉપરાંત વર્ધમાન તપ, ચંદનબાળા તપ, અક્ષયનિધિ વગેરે ૧૦૦ થી વધુ પ્રકારના તપો છે. આ દરેક તપમાં ઉકાળેલું પાણી પીવાનું હોય છે. તેમ જ એ ત૫માં જિન દર્શન-જિનપૂજા, ગુરવ દિન-ઘર્મ શ્રવણ, સવાર-સાંજ બંને સમય પ્રતિક્રમણ તેમજ જ જા ૫, ધ્યાન વગેરે કરવાના હોય છે. વિહાર સંહિતા : (અષ્ટ પ્રવચન માતા) આત્મસાધક પોતાની આત્મસાધના સરળતાથી, સુદ્દઢતાથી અને શુદ્ધિપૂર્વક કરી શકે તે માટે શ્રમણ ભગવાન મહાવીરે વિશ દૂ માર્ગદર્શન આપ્યું છે. તપ અને ત્યાગની સાથે, વ્રતોનું પાલન કરવાની સાથે સાધકે કેવી રીતે ચાલવું, બોલવું, વર્તવું વગેરેનું પણ યથાયોગ્ય નિરૂપણ કર્યું છે. ભગવાને કહ્યું કે આત્મસાધકે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું બરાબ૨ પાલન કરવું જોઈએ. ૪૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100