________________
૬. ઉત્સર્ગ : ઘ૨ અને ધંધાની તમામ બાહ્ય પ્રવૃત્તિઓનો ત્યાગ કરીને, આત્મા સિવાયના અન્ય તમામ વિચારોનો ત્યાગ કરીને, નિશ્ચિત સમય સુધી પરમાત્માનું ધ્યાન ધરવું. આ કાર્યોત્સર્ગ તપ કે ધ્યાન તરીકે તે વધુ પ્રચલિત છે. આ તપમાં કાયાની માયા-મમતાનો ત્યાગ અને આત્મભાવમાં રમણ મુખ્ય છે .
વિશિષ્ટ તપ :
બાહ્ય તપમાં પહેલું અનશન તપ અને ચોથું રસત્યાગ તપ કહ્યું છે. આ બંને તપને આધારશીલા ખનાવીને બંનેની વિશિષ્ટ તપસ્યાનું આયોજન કરાયું છે. તે આ પ્રમાણે :
૧. વરસી તપ : આ તપની સમયમર્યાદા પૂરા ચારસો દિવસની છે. આ તપમાં ચારસો દિવસ સુધી એકાંતરે ઉપવાસ કરવાનો હોય છે. મતલબ કે એક દિવસ ઉપવાસ અને બીજા દિવસે બેસણું કરવાનું હોય છે. બેસણું એટલે એક સ્થિર આસને બેસીને દિવસમાં માત્ર બે ટંક જ જમવાનું. ફાગણ વદ ૮માના રોજ આ તપનો પ્રારંભ થાય છે અને બીજા વરસના વૈશાખ સુદ ત્રીજના દિવસે તેની પૂર્ણાહુતિ થાય છે. તપનું પારણું શેરડીના રસથી કરવાનું હોય છે.
૨.
પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવે એક વરસના સળંગ ઉપવાસ કર્યા બાદ શેરડીના રસથી પારણું કર્યું હતું. આથી આ વરસી તપ ભગવાનના તપની પ્રતિકૃતિરૂપે કરવામાં આવે છે.
દર વરસે હજારો આરાધકો આ તપ પ્રસન્ન ચિત્તે કરે છે. આ તપ કુલ ૪૦૦ દિવસોનું છે.
નવપદ ઓળી : આ તપમાં નવપદ' મુખ્ય અને મહત્ત્વના છે. આથી પહેલાં તેનો મિતાક્ષરી પરિચય કરી લઈએ .
આત્માને નિર્મળ અને નિર્મમ બનાવવા માટે નવપદ'નું ધ્યાન ખૂબ જ પ્રેરક અને પ્રોત્સાહક બને છે. નવપદના એકાગ્ર ધ્યાનથી આત્મા ઉજ્જવળ અને ઉજમાળ બને છે. આ નવપદની આરાધના અને સાધના માટે સવિસ્તર માર્ગદર્શન અપાયું છે. આ નવપદ આ પ્રમાણે છે :
૧. અરિહંત : જૈનોના આ શ્રદ્ધેય અને આરાધ્ય ભગવાન છે.રાગ દ્વેષ અને મોહ ઉપર જેમણે સર્વથા અને સંપૂર્ણ વિજય મેળવ્યો
Jain Education International
૪૦
For Private & Personal Use Only
www.jainelibrary.org