________________
છે જેન ઘર્મની આચાર સંહિતા
આચાર સંહિતા ભગવાન મહાવીરે જોયું કે દરેક માણસની શક્તિ અને ક્ષમતા ભિન્ન ભિન્ન હોય છે. કોઈ વધુ શક્તિશાળી હોય છે, કોઈ ઓ છો. દરેક માનવી માટે ઉગ્ર અને ઉત્કૃષ્ટ સાધના કરવી શક્ય નથી. આથી, શક્તિની અપેક્ષાએ ભગવાન મહાવીરે બે પ્રકારનો ઘર્મ કહો.
૧. સાઘુ ઘર્મ ૨. ગૃહસ્થ ધર્મ જૈન ભાષામાં સાધુ ઘનિ સર્વવિરતિ ધર્મ અને ગૃહસ્થ ધર્મને દેશ વિરતિ ધર્મ કહે છે.
વિરતિ એટલે પાપની વૃત્તિ, પાપનો વિચાર અને પાપના આચારનો ત્યાગ કરવો. સર્વવિરતિ એટલે જેટલાં પણ પાપ છે, તે બધા જ પાપોનો જીવનભર માટે ત્યાગ કરવો. આવો ત્યાગ જેઓ પ્રતિજ્ઞા પૂર્વક કરે છે, તેને શ્રમણ કે સાધુ કહે છે. સ્ત્રીને શ્રમણી કે સાધ્વી કહે છે.
દેશવિરતિ એટલે યથાશક્ય પાપોનો ત્યાગ. પોતાની શક્તિ મુજબ પ્રતિજ્ઞા લઈને પાપોનો જે ત્યાગ કરે છે, તે મને શ્રાવક કહે છે. સ્ત્રી શ્રાવિકા કહેવાય છે.
સંક્ષેપમાં કહીએ તો સર્વવિરતિ ધર્મ એટલે સાધુ અને સાધ્વી માટેની નિયત આચા૨સંહિતા અને દેશવિરતિ ધર્મ એટલે શ્રાવક અને શ્રાવિકા માટેની નિયત આચાર સંહિતા.
સાધુ ઘર્મ (સર્વવિરતિ ઘર્મ)
સર્વવિરતિ (સાધુ) ઘર્મની સાધના કરવા માટે | ઘર-ગૃહસ્થીનો ત્યાગ કરીને દીક્ષા લેવી અનિવાર્ય છે. જેઓ પણ જૈન દીક્ષા લે છે, તેમને સર્વ પ્રથમ પાંચ પ્રતિજ્ઞાઓ જીવનભર માટેની લેવાની હોય છે. સાધુ અને સાધ્વી જે પ્રતિજ્ઞા લે છે, તે પ્રતિજ્ઞાને મહાવ્રત કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org