________________
આ પરમાણુ આઠ પ્રકારના છે.
પરમાણુ સ્કન્ધરૂપમાં પરિણમે છે ત્યારે તેના શબ્દ, તડકો, છાંયો, પ્રકાશ આદિ દસ સ્વરૂપ બને છે.
જૈન ધર્મે સૌ પ્રથમ શબ્દને પુગલ કહ્યો, અને તેનું ગહન અને સધન ચિંતન પણ કર્યું. જૈન ધર્મ પહેલીવાર કહ્યું કે શબ્દ શીઘ્રગતિ કરે છે. લોકમાં વ્યાપે છે અને તે લોકમાં સ્થિર રહે છે. જૈન ધર્મના આ ચિંતનનું સાકાર સ્વરૂપ આજ તાર, ફોન, રેડિયો વગેરે સાધનોમાં જોવા મળે છે.
કાળ :
સમય એ તેનો સરળ અને સુગમ અર્થ છે. પરંતુ આ તેનો એક પ્રકાર છે. કાળ ચાર પ્રકારનો છે.
૧. પ્રમાણ કાળ : કાળ દ્વારા પદાર્થ માપવામાં આવે છે. આથી તેને પ્રમાણ કાળ કહે છે .
૨. યથાયુ નિવૃત્તિ કાળ : જીવન અને મૃત્યુ કાળ સાપેક્ષ છે આથી જીવનની અવસ્થાઓને યથાયુ નિવૃત્તિ કાળ કહે છે .
૩. મરણ કાળ : જીવનના અન્તને મરણકાળ કહે છે.
૪. અદ્દા કાળ : સૂર્ય-ચંદ્ર આદિની ગતિ સાથે સંબંધ રાખનાર તે અદ્દાકાળ છે.
અદ્દાકાળ જ મુખ્ય છે. બાકીના ત્રણ એ તેના વિશિષ્ટ રૂપ છે. અદ્દાકાળ વ્યાવહારિક છે. મનુષ્ય લોકમાં તેનો ઉપયોગ થાય છે. દા.ત. દિવસ-રાત, ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ વગેરે.
કાળના સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાગને સમય કહે છે.
એક માણસ કમળના સો પાંદડાને એક સાથે સોયથી વીંધે છે. દેખીતી રીતે તે એકસાથે છેદાઈ-બંઘાઈ ગયેલા જણાય છે. વાસ્તવમાં એ સૌએ પાંદડા એક પછી વીંધાતા જતા હોય છે. આ ક્રમશઃ વીંધવામાં જેટલો સમય લાગે છે, એ સમયના અસંખ્યાતમાં ભાગના અત્યંત સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાગને ‘સમય’ કહે છે.
Jain Education International
२०
For Private & Personal Use Only
www.jainelibrary.org