Book Title: Jain Dharm
Author(s): Vatsalyadeep
Publisher: Vatsalyadeep Foundation Ahmedabad

View full book text
Previous | Next

Page 27
________________ ધર્માસ્તિકાય - અધર્માસ્તિકાય ધર્મ અને અધર્મ શબ્દો અહીં વિશિષ્ટ અર્થમાં વપરાયા છે. સદાચાર એટલે ધર્મ અને અનાચાર એટલે અધર્મ આ રૂઢ અર્થમાં અહીં તેનો ઉપયોગ નથી થયો. ધર્મ અને અધર્મનો વિશિષ્ટ અર્થ એ જૈનધર્મનું જગતને મૌલિક પ્રદાન છે. સુપ્રસિદ્ધ વિજ્ઞાની ન્યૂટને ગતિ તત્ત્વનો સૌ પ્રથમ સ્વીકાર કર્યાં. ફળ ઉપરથી નીચેની તરફ ગતિ કરે છે, વાંસળીમાંથી શબ્દોની ગતિ થાય છે. આ ગતિ કરવામાં કોઈ સહાયક તત્ત્વ છે. વૈજ્ઞાનિકોએ આ ગતિ તત્ત્વનું નામ આપ્યું ઈથર'. પરંતુ ભગવાન મહાવીરે અઢી હજાર વરસ પહેલાં કહ્યું કે જેટલા પણ ચલ ભાવ છે, તે સૂક્ષ્માતિ સૂક્ષ્મ સ્પંદન માત્ર છે. એ દરેક ધર્મની મદદથી પ્રવૃત્ત થાય છે. ધર્માસ્તિકાયની મદદથી આપણે ચાલી શકીએ છીએ. પંખીઓ ઊડી શકે છે. માછલી તરી શકે છે. આમ ગતિમાં સહાયક છે તે ધર્મ છે. તે પ્રદેશોનો સમૂહ છે, આથી તેને ધર્માસ્તિકાય કહે છે . ધર્મ ગતિ સહાયક છે તો અધર્મ સ્થિતિ સહાયક છે. આપણે ઊભા રહીએ છીએ, બેસીએ છીએ જીવ હોય કે જીવ જે કોઈ સ્થિર રહી શકે છે તેનું આલંબન સ્થિતિ સહાયક તત્ત્વ છે. તેનું નામ છે અધર્માસ્તિકાય. તે સ્થિર રહેવામાં મદદ કરે છે. વિશ્વમાં જે કંઈપણ ચલાયમાન અને સ્થિર છે તે આ ખે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના કારણે છે. આ પ્રકારના અર્થમાં ધર્મ અને અધર્મની વિચારણા માત્ર જૈન ધર્મ જ કરી છે. આકાશાસ્તિકાય આકાશ એટલે જીવ અને અજીવને રહેવાની જગ્યા. તે અનાકાર અને અનાલંબ છે. છ એ છ દ્રવ્ય તેના લીધે રહ્યા છે. લોકમાં ગતિ અને સ્થિરતા છે. કાળ અને આકાશાસ્તિકાય છે. પુદ્દગલ છે તે સર્વનું ભાજન Jain Education International ૧૮ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100