________________
આવા જીવોને માત્ર કાયાની એક જ ઈન્દ્રિય હોય છે. આવા જીવો પાંચ પ્રકારનાં છે.
૧. પૃથ્વીકાય : માટીના જીવ, જેમ કે લાલ માટી, સફેદ માટી, રેતી, પથ્થર, મીઠું, ૨, સુરમો, અબરખ વગેરે.
૨. અપકાય : પાણીનાં જીવો. જેમ કે વરસાદનું પાણી, ઠારનું પાણી, ધૂમ્મસ, ઝાકળ વગેરે તમામ પ્રકારનું પાણી.
૩. તેઉકાય : અગ્નિના જીવો. જેમ કે તણખાં, જ્યોત, જ્વાળા, વંડવાનલ, ભઠ્ઠી વગેરે.
૪. વાઉકાય : વાયુના જીવો જેમ કે વિવિધ પવન, વંટોળ, ચ ક્રપાત વગેરે.
૫. વનસ્પતિકાય : વૃક્ષ-વેલી વનસ્પતિના જીવો જેમ કે ફળ, ફૂલ, વેલી, ઘાસ દરેક પ્રકારની લીલોતરી, શાકભાજી વગેરે.
આ દરેક જીવોના પણ ભેદ અને પ્રભેદ છે. એ બધાંનો કુલ સરવાળો આ પ્રમાણે કરાયો છે.
દેવતાના ૧૯૮ પ્રકારના ભેદ માણસના ૩૦૩ પ્રકારના ભેદ તિર્યંચના ૪૮ પ્રકારના ભેદ ના૨કીના ૧૪ પ્રકારના ભેદ
આમ કુલ ૫૬૩ પ્રકારના જીવો છે. સાહિત્ય :
વિશેષ અભ્યાસ માટે જીવવિચાર, તત્ત્વાર્થસૂત્ર આદિ ગ્રંથો વાંચવા.
૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org