________________
al
!! જૈન ધર્મનું જીવવિજ્ઞાન
જીવ અનાદિ, અનંત અને શાશ્વત પદાર્થ છે. જીવનો કોઈ સર્જનહાર નથી. જીવ સ્વયંસિદ્ધ છે. ત્રિકાળ જીવંત રહેતો હોવાથી તે જીવ કહેવાય છે.
ચૈતન્ય-સ્વરૂપ અને ચૈતન્ય લક્ષણવાળા પદાર્થને જીવ કહે છે. આવા જીવો અનંતા અને અનેકવિધ છે. જીવને આત્મા કહે છે. ચેતન પણ તેનું જ એક નામ છે અને તે તેનું એક લક્ષણ છે.
આ આત્મા ચેતનામય અરૂપી સત્તા છે. તેને શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ નથી. એ નિરંજન અને નિરાકાર છે. જ્ઞાનમય અસંખ્ય પ્રદેશોનો એ પિંડ છે.
ચેતનાની ક્રિયા એ આત્મા (જીવ)નું લક્ષણ છે. જ્ઞાન, દર્શન, સુખ અને દુ:ખ દ્વારા તે અભિવ્યક્ત થાય છે.
આત્મામાં સંકોચ અને વિસ્તારની શક્તિ રહેલી છે. તે કીડી. જેવા નાનકડા શરીરમાં પણ રહી શકે છે અને હાથી જેવા મોટા શરીરમાં પણ રહી શકે છે.
બાહ્ય લક્ષણ :
જે પોતાની ઈન્દ્રિયો દ્વારા આહાર ગ્રહણ કરે છે અને તેનું વિસર્જન પણ કરે છે, તે જાગે છે અને ઊંઘે છે. તે શ્રમ પણ કરે છે અને વિશ્રામ પણ કરે છે. તે ભય પામે છે. આત્મરક્ષા માટે તે પ્રયત્ન કરે છે. મૈથુન સેવન કરે છે અને મૈથુનથી જન્મે છે. તે વધે છે અને ઘટે છે, તે સંગ્રહ કરે છે.
અંતરંગ લક્ષણ :
ચેતના એ આત્માનું ભીતરી લક્ષણ છે. જીવમાત્રમાં ઓછાવત્તા પ્રમાણમાં ચૈતન્ય શક્તિ રહેલી છે. કર્મોનાં આવરણ પ્રમાણે તેની આ શક્તિ ઓછી કે વધુ જોવા મળે છે.
આ આત્મા સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે.
તે કર્મ પુદ્ગલોને ગ્રહણ કરે છે અને તે કર્માનુસાર તે અવનવા જન્મ લે છે અને કર્મોનો ક્ષય કરીને તે મુક્ત પણ બને છે. આથી જીવના મુખ્ય બે પ્રકાર કહ્યા છે :
૧. મુક્ત જીવ અને ૨. સંસારી જીવ
Jain Education International
૧૪
For Private & Personal Use Only
www.jainelibrary.org