Book Title: Jain Dharm
Author(s): Vatsalyadeep
Publisher: Vatsalyadeep Foundation Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ ૫. આસ્રવ તત્વ : જે માગએ થી આવીને કર્મ પુદ્ગલો આત્માને દોષિત કરે છે તે કર્મ-માગને આસ્રવ તત્ત્વ કહે છે. બાદી કે તપેલું વગેરે વાસણ અખંડ અને આખું હોય તો તેમાં નીચેથી કે બાજુએથી પાણી ભરાતું નથી. વહાણમાં છિદ્ર ન હોય તો તેમાં પણ પાણી ભરાતું નથી, પરંતુ છિદ્રવાળું વહાણ હોય તો તેમાં પાણી ભરાઈ જાય છે. તે પ્રમાણે કમને આવવાના છિદ્રોને આસ્રવ કહ્યાા છે. અર્થાત્ આસ્રવ એ ટલે કમને વહી આવવાના નાળા-ગરનાળા. જીવાત્માને ભવસાગરમાં ડૂબાડી દેતાં આસ્રવનાં ૪૨ પ્રકારનાં છિદ્રો કે નાળાં છે. ૬. સંવર તત્વ : સંવર એટલે રોકવું. જે માગોથી કે નિમિત્તોથી કમ આત્મા ઉપ૨ ખડકાય છે તે માર્ગોને પૂરી દેવા. કર્મ- નિરોધ કરવો તે સંવર તત્ત્વ છે. ૬૭ પ્રકારથી કમનો સંવ૨ થાય છે. ૭. નિર્જરા તત્વ : સંવ૨ના આચરણથી કમોં તો આવતાં અટકી ગયા, પરંતુ આસ્રવ દ્વારા જમા થયેલાં કમોંનો પ્રશ્ન ઊભો રહે છે. આ સંચિત કમનો ક્ષય કરવો તેને નિર્જરા તત્વ કહે છે. નિર્જરા ૧૨ પ્રકારથી થાય છે. આ બા૨ પ્રકા૨ એટલે જૈન ધર્મની આહાર સંહિતામાં નિર્દિષ્ટ ૧૨ પ્રકારનાં ત૫. ૮. બંધ તત્વ : આસ્રવ અને નિર્જરા- આ બે તત્ત્વોની વચ્ચેની સ્થિતિ બંધ છે. આત્માની સાથે સંયુક્ત કર્મયોગ્ય પરમાણુ કર્મરૂપમાં પરિવર્તન થવાની પ્રક્રિયાને બંઘ તત્વ કહે છે. દૂધમાં પાણી, તલમાં તેલ, ફૂલમાં અત્તર રહેલ છે તેમ આત્મા અને કર્મ પુદ્ગલ એ કમેકમાં બંધાઈ રહે તેને બંધ તત્ત્વ કહે છે. બંઘ તત્વ ચાર પ્રકારનું છે. ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100