________________
3 જેન ઘર્મનું તત્ત્વજ્ઞાન
નવતત્વ
આત્મસાધનામાં જ્ઞાનનું સર્વપ્રથમ સ્થાન છે. કહ્યું પણ છે કે પહેલું જ્ઞાન પછી દયા” દયા કોની | ક૨વી, કેવી રીતે કરવી એ બરાબર જાણવામાં આવે
LI તો દયા બરાબર ઉગી નીકળે છે. આથી દયાને [2 ) બીજું અને જ્ઞાનને પ્રથમ સ્થાન આપ્યું.
જેને પોતાનું જ્ઞાન નથી, પોતે કોણ છે, શા માટે છે, પોતે ક્યાંથી આવ્યો છે, વગેરે જાણતો નથી, જેને સ્વનું જ્ઞાન નથી તે પોતાનું કલ્યાણ કરી શકતો નથી.
જ્ઞાન અપા૨ અને અનંત છે. માત્ર કેવળજ્ઞાની જ તે જ્ઞાનને પામી શકે છે. આવું કેવળજ્ઞાન પામવા માટે સર્વ પ્રથમ “નવ તત્ત્વ'નું જ્ઞાન હોવું આવશ્યક અને અનિવાર્ય છે. અનંતજ્ઞાન એ “નવ તત્વનો જ બૃહદ્ વિસ્તાર છે. તેનાં જ્ઞાન અને શ્રદ્ધાથી સાધક પોતાના આત્માનું કલ્યાણ નિ:શંક સાધી શકે છે. આ નવતત્ત્વ આ પ્રમાણે છે :
૧. જીવ ૨. અજીવ ૩. પુણ્ય ૪. પા ૫ ૫. આશ્રવ ૬. સંવર ૭. નિર્જરા ૮. બંધ ૯. મોક્ષ
જૈન ધર્મ કહે છે કે જે આ નવ તત્વને જાણે છે, જેને આ નવ તત્વ માં રસ, રૂચિ અને શ્રદ્ધા છે, તે જ આત્મસાધનાનો અધિકારી છે. આવા અધિકારી સાધકને સમતી કે સમ્યગ્દષ્ટિ કહે છે.
નવ તત્વના જ્ઞાન અને શ્રદ્ધાને સમ્યક્ત્વ કહે છે, અથવા સમક્તી પણ કહે છે. સમસ્તી એ મોક્ષયાત્રાનું પ્રથમ ચરણ છે. એ ચરણ ઉપાડુયા વિના, સામતીની પ્રાપ્તિ કર્યા વિના મોક્ષ મળતો નથી.
સંક્ષેપમાં નવ તત્વ : ૧. જીવ તત્વ :
જીવને આત્મા કહે છે. તે ચેતનામય અરૂપી સત્તા છે. ચેતનાની ક્રિયા (ઉપયોગ) એ તેનું લક્ષણ છે. જ્ઞાન, દર્શન, સુખ-દુ:ખ આદિ દ્વારા તે વ્યક્ત થાય છે. જીવ ૫૬૩ પ્રકારના છે.
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org