Book Title: Jain Dharm
Author(s): Vatsalyadeep
Publisher: Vatsalyadeep Foundation Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ મૂર્ત-દ્રવ્યના વર્તમાન પર્યાયને જ જાણે છે. જ્યારે મન મૂર્ત અને અમૂર્ત બંનેના સૈકાલિક અને ક રૂપોને જાણે છે. મન ઈન્દ્રિયની મદદ વિના પણ જાણી શકે છે. મન અને કવિધ રીતે વિચારે છે. વિચાર-પ્રક્રિયા અનુસાર મતિ જ્ઞાનના મુખ્ય ૨૮ ભેદ છે અને વિસ્તારથી તેના ૩૪૦ પ્રકાર છે. ૨. શ્રુતજ્ઞાન : સાંભળવાથી કે જોવાથી જે જ્ઞાન થાય તે મૃત જ્ઞાન છે. અમુક શબ્દનો અમુક અર્થ થાય છે. આ પ્રકારે વાચ્ય-વાચકનો જે સંબંધ થાય છે, તેને શ્રુતજ્ઞાન કહે છે. શ્રુતજ્ઞાનના ૧૪ પ્રકાર છે. ઉક્ત મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો ક્ષીરનીર જેવો ગાઢ સંબંધ છે. જગતનો દરેક જીવ આ બે જ્ઞાન ધરાવે છે. મતિજ્ઞાનના વિવિધ પ્રકારમાં જાતિસ્મરણ જ્ઞાનનો પણ સમાવેશ થાય છે. આ જ્ઞાનથી પૂર્વ જન્મોની સ્મૃતિ અકબંધ તાજી થાય છે. આ જ્ઞાનથી ઉત્કૃષ્ટાએ ૯૦૦ ભવ જોઈ શકાય છે. ૩. અવધિજ્ઞાન : મર્યાદિત ક્ષેત્રમાં રહેલાં રૂપી-મૂર્ત પદાર્થોને ઈન્દ્રિયોની મદદ વિના જાણી શકાય તેને અવધિજ્ઞાન કહે છે. તે ૮ પ્રકારનું છે. તીર્થકરો, દેવતાઓ અને નારકી - આ ત્રણેયને જન્મતાંની સાથે જ અવધિજ્ઞાન હોય છે. માણસો અને તિર્યંચોને આ જ્ઞાન કર્મોનો ક્ષયોપશમથી થાય છે. ૪. મનઃ પર્યવ જ્ઞાન : માણસ જે કંઈ મનમાં વિચારે છે, તેને અનુરૂપ ચિંતક-પ્રવર્તક પુદ્ગલ દ્રવ્યોની આકૃતિઓ બને છે. આ જ્ઞાનથી એ પર્યાયો જાણી શકાય છે. મતલબ કે મનના પ્રવર્તક કે ઉત્તેજક પુદ્ગલ દ્રવ્યોને સાક્ષાત્ જાણનાર આ જ્ઞાનને મન:-પર્યવ જ્ઞાન કહે છે. આ જ્ઞાન બે પ્રકારનું છે. અવધિજ્ઞાન કરતાં મનઃ પર્યવજ્ઞાનનું ક્ષેત્ર સીમિત છે. પરંતુ વિશુદ્ધિ વિશેષ છે. અવધિજ્ઞાન દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100