________________
જૈન ધર્મનું અજીવવિજ્ઞાન (ષડૂ દ્રવ્ય)
છે જેન ઘર્મ માને છે કે આ વિશ્વ છ દ્રવ્યનું બનેલું 9% છે. પ્રચલિત વિશ્વ માટે જૈન ભાષાનો શબ્દ છે
લો ક”. છ દ્રવ્યના સહઅસ્તિત્વને “લોક' કહેવામાં છS આવે છે. OMS આ છ દ્રવ્યમાં પાંચ અસ્તિકાય છે. છઠું દ્રવ્ય છે તે “જીવ' છે.
૧. ઘર્મ ૨. અધર્મ ૩. આકાશ ૪. કાલ ૫. પુદ્ગલ અને ૬. જીવ
આ ષડુ દ્રવ્ય છે. આમાંથી જીવ સિવાયના બાકીના પાંચ દ્રવ્ય અસ્તિકાય છે.
પાંચ અસ્તિકાયનું એક નામ છે. અજીવ. જીવ દ્રવ્ય કે તત્વના ૫૬૩ પ્રકાર છે. તો અજીવ દ્રવ્ય કે તત્વના ૫૬૦ ભેદ છે. નવ તત્ત્વ અને ષડુ દ્રવ્ય આ બંને માં જીવ અને અજીવ બંનેનો સમાવેશ થાય છે.
વિશ્વ જીવ અને અજીવનું જ બનેલું છે. વિશ્વમાં માત્ર બે જ તત્વો છે : એક ચેતન, બીજે જડે. ચેતને એટલે જીવ. જડ એટલે જીવ વિનાનું, અજીવ.
જૈન ધર્મમાં જીવ અને અજીવ બંનેની સ્વતંત્ર અને વિસ૬ વિચારણા કરવામાં આવી છે. વિશ્વની રચના અને સંચાલનમાં અજીવ દ્રવ્ય કે તત્ત્વ પ્રાણભૂમિકા ભજવે છે. આથી અત્રે તેનો અલગ મિતાક્ષરી પરિચય આપ્યો છે.
જે કતાં નથી, ભોકતા નથી, જેનામાં જીવ કે ચેતન કે આત્મા નથી તે અજીવ તત્વ કે દ્રવ્ય છે. જીવની જેમ જ અજીવ તત્વ પણ અનાદિ, અનંત અને સનાતન છે.
અજીવ તત્ત્વના મુખ્ય બે પ્રકાર છે. અરૂપી અને રૂપી, ધર્મ, અઘર્મ, આકાશ અને કાળ આ અરૂપી છે. જ્યારે પુદ્ગલ રૂપી છે. - ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવ - આ પાંચ અસ્તિકાય, છે. અસ્તિકાય એટલે પ્રદેશ - સમૂહ. દરેક દ્રવ્યના નાનાથીય નાના !' પરમાણુ જેટલા ભાગને પ્રદેશ કહે છે. પ્રદેશનો કાય-સમૂહ તે અસ્તિકાય છે.
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org