________________
2. જૈન ધર્મનું જ્ઞાન-વિજ્ઞાન
પાંચ જ્ઞાન જૈન ધર્મ કહે છે કે જે જાણે છે તે આત્મા છે. આત્મા જાણે છે અને જ્ઞાન એ જાણવાનું સાધન છે. કત અને કા૨ણની અપેક્ષાએ જ્ઞાન અને આત્મા બંને ભિન્ન છે, પરંતુ વાસ્તવમાં જ્ઞાન એ આત્માનું સ્વરૂપ છે. જ્ઞાન આત્માનો ગુણ છે.
સય અને જ્ઞાન બંને સ્વતંત્ર છે. દ્રવ્ય, ગુણ અને પર્યાય એ સેય છે, જ્યારે જ્ઞાન એ આત્માનો નિજી ગુણ છે.
પરંતુ જાણવા માત્રથી જ્ઞાન નથી થતું. જાણવું એ તો પ્રવૃત્તિ કે પ્રયોગ છે. જ્ઞાનની ક્ષમતા અનુસાર દ્રવ્ય, ગુણ અને પર્યાય જાણી શકાય છે. આ જાણવાના માદયમ ઈન્દ્રિય અને મન છે. આ બંનેની શક્તિ મર્યાદિત છે આથી એક સમયે એ ક જ પર્યાય (અંશ)ને જાણી શકાય છે. પરંતુ અનાવૃત જ્ઞાન (કેવળરાન) થી એકી સાથે તમામ પદાથોન જાણી શકાય છે.
જ્ઞાનના પ્રકાર : અનાવૃત્ત-કર્મના આવરણ વિનાનું જ્ઞાન એ ક છે, તે છે કેવળજ્ઞાન. પરંતુ કર્મ ની અાવ૨ણ ની અવસ્થામાં રાાન ના ચાર પ્રકા ૨ બતાવાયા છે. આવૃત્તિ અને અનાવૃત્ત જ્ઞાન બંને મળીને પાંચ પ્રકારનાં જ્ઞાન છે. તે આ પ્રમાણે : ૧. મતિજ્ઞાન :
પાંચ ઈન્દ્રિય અને મન - આ છ વડે જે જણાય તે મતિજ્ઞાન છે.
સ્પર્શન, રસન, ઘાણ, ચક્ષુ અને શ્રોત્ર - આ પાંચ ઈન્દ્રિયો છે. તે બહારના વિષયોને ગ્રહણ કરે છે અને જાણે છે, પરંતુ તેની અનુભૂતિ મન કરે છે.
મન મનન કરે છે. ઈન્દ્રિયો દ્વારા ગ્રહણ કરેલા વિષયોને જાણવાનું, માણવાનું અને તેનું મનન કરવાનું એ કામ કરે છે. આ મન સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે.
ઈન્દ્રિય અને મનના જાણવામાં આટલો ફરક છે. ઈન્દ્રિયો માત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org