________________
૨. અજીવતત્વ :
જેનામાં ચેતના નથી આત્મા નથી તે અજીવ છે. જડ છે. સદાને સર્વથા તે નિર્જીવ રહેવાથી અજીવ કહેવાય છે.
અજીવ તત્ત્વ પ૬૦ પ્રકારનાં છે.
(જીવ અને અજીવ તત્ત્વો ની ટૂંકી સમાજ માટે આ વિભાગાન્ત વાંચો.) ૩. પુણ્ય તત્ત્વ :
મન, વચન અને કાયાની શુભવૃત્તિ, શુભ વિચાર અને શુભ આચારથી આત્મા જે શુભ કર્મ પુદ્ગલોને ગ્રહણ કરે છે, તેને પુણ્ય તત્વ કહે છે.
પુણ્ય કર્મ નવ પ્રકારે બંધાય છે. ૧. ભૂખ્યાને જમાડવાથી, સાધુ-સંતો આદિને ભિક્ષા આપવાથી. તેને અન્નદાન કહે છે, ૨. તરસ્યાને પાણી પાવાથી અર્થાત્ જલદાનથી, ૩. વાસણના દાનથી ૪. શય્યા-મકાનના દાનથી, ૫. વસ્ત્ર દાનથી, ૬. મન થી સહુ કોઈનું યોગક્ષેમ વિચારવાથી, ૭. ગુણાનુવાદ કરવાથી, ૮. જ્ઞાની- તપસ્વીગુણીજનો આદિની સેવા કરવાથી અને ૯, સુયોગ્યને સુપાત્રનો વિનય - બહુમાન કરવાથી.
પુણ્ય કર્મ કરનાર ૪૨ પ્રકારનાં સુફળ ભોગવે છે. ૪. પાપ તત્ત્વ :
મન, વચન અને કાયાની અશુભ વૃત્તિ, અશુભ વિચાર અને અશુભ આચારથી આત્મા જે અશુભ કર્મ પુદ્ગલોને ગ્રહણ કરે છે તેને પાપ તત્વ કહેવાય છે.
પાપ કર્મ ૧૮ પ્રકારે બંધાય છે. ૧. જીવહિંસા ૨. જઠ, ૩. ચોરી, ૪. વ્યભિચા૨, ૫. સંગ્રહ ૫૨ મમત્વ, ૬. ક્રોધ, ૭. માન, ૮. માયા, ૯. લોભ ૧૦. રાગ (આસક્તિ), ૧૧. ઈષ્ય (દ્વષ), ૧૨. કલેશ-કંકાસ, ૧૩. ખોટું આળ, ૧૪. ચા ડી-ચુગલી, ૧૫. નિંદાકુથલી, ૧૬. હરખ-શોક (રતિ -અરતિ), ૧૭, કપટ-સહિત જૂઠ અને ૧૮. અસત્ય મતમા શ્રદ્ધા (મિથ્યાત્વ) - આ અઢા૨માંથી કોઈ એક કે વધુનું આચરણ કરવાથી આત્મા પાપ કર્મથી બંધાય છે. “પાપ કર્મ કરનાર ૮૨ પ્રકારના કુફળ ભોગવે છે.
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org