________________
ઉપર જણાવેલા ૨૪ તીર્થંકરો એ જૈન ધર્મના પુન: સ્થાપક છે. કેમ કે, ભરતક્ષેત્રમાં એમની પૂર્વે પણ અનંત ચોવીશી થઈ ગઈ છે. અને તેઓએ જૈન ધર્મની પુનઃ પુન: સ્થાપના કરીને જગતના કલ્યાણને માટેનો માર્ગ ચીંધ્યો છે. અંતિમ ચોવીશીના છેલ્લા તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર થયા અને અત્યારે ઉપલબ્ધ જૈન શાસનનો પંથ તેમણે બનાવ્યો છે.
૨૪મા તીર્થંકર ભગવાન મહાવીર
જૈન ધર્મ શ્રી અરિહંતદેવને તીર્થંકર કહે છે. તેમાં ૨૪માં તીર્થંકર શ્રી ભગવાન મહાવીર થયા. ક્ષત્રિયકુંડના રાજા સિદ્ધાર્થ અને રાણી ત્રિશલાના એ પુત્ર હતા. તેમનું નામ વર્ધમાન હતું. તેમનો જન્મ ચૈત્ર સુદી તેરસ (તા. ૨૭મી માર્ચ, ઈ.સ. પૂર્વે ૫૯૯ સોમવા૨)ના રોજ થયો હતો. તેમણે કારતક વદી દશમ (તા. ર૯મી ડિસેમ્બર, ઈ.સ.પૂર્વે ૫૬૯ સોમવાર)ના રોજ દીક્ષા લીધી. તેમને વૈશાખ સુદી દશમ (તા. ૨૩મી એપ્રિલ ઈ.સ પૂર્વે ૫૫૭ રવિવાર)ના રોજ કેવળજ્ઞાન થયું હતું. તેઓ આસો વદી અમાસ (તા. ૧૫મી ઓક્ટોબર ઈ.સ.પૂર્વે પર૭, મંગળવાર)ના રોજ પાવાપુરી (બિહાર)માં નિર્વાણ પામ્યાં હતા.
૩૦ વર્ષની યુવાન વયે દિક્ષીત બનેલા વર્ધમાન સ્વામીએ ઉગ્ર તપશ્ચર્યા અને કઠિન ઉપસર્ગો સહન કર્યા બાદ કેવળજ્ઞાન પામીને મોક્ષ માટે જે આચાર અને વિચારનું નિરૂપણ અને પ્રતિપાદન્ કર્યું, તે ધર્મ બની ગયો. જિને ધર્મ બનાવ્યો તેથી તે જૈન ધર્મ તરીકે ઓળખાયો. આજે જૈન ધર્મનું જે સ્વરૂપ છે તેનું પ્રરૂપણ અને પ્રતિપાદન શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ કર્યું છે.
શ્રી ચતુર્વિધ સંઘ
શ્રી અરિહંત ભગવાન સર્વજ્ઞ બન્યા પછી ધર્મનું પ્રરૂપણ કરવાની સાથે તેની વ્યવસ્થા માટે ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. સા, સાધવી, શ્રાવક અને શ્રાવિકાના સમૂહને ચતુર્વિધ સંઘ કહેવાય છે અને તે તીર્થંતુલ્ય છે. તીર્થ તુલ્ય સંઘની સ્થાપના કરનાર મહાપુરુષને તીર્થંકર કહેવામાં આવે છે.
અગિયાર ગણધરો
ભગવાન મહાવીરે કેવળજ્ઞાન પામ્યાં પછી સૌ પ્રથમ જેમને દીક્ષા આપી અને પોતાના શિષ્ય તરીકે સ્થાપ્યા તેઓ ગણધર તરીકે ઓળખાય છે. પોતાની સાથે આવેલા શિષ્યગણના તેઓ ધારક હોવાથી ગણધર કહેવાયા. તેમના નામ નીચે મુજબ છે.
Jain Education International
3
For Private & Personal Use Only
www.jainelibrary.org