Book Title: Jain Dharm
Author(s): Vatsalyadeep
Publisher: Vatsalyadeep Foundation Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ ૧. જિનેશ્વર પ્રરૂપિત જૈન ધર્મ જન ધર્મ એ ભારતીય સંસ્કૃતિની પ્રાચીનતમ ઘર્મ છે. સકળ કમોથી મુક્ત બનાવીને આત્માને મોક્ષ પમાડનાર આ ઘર્મ જૈન ધર્મ તરીકે એટલા 7 માટે ઓળખાય છે કે, તેનો સંબંધ જિન સાથે છે. જિનનો અર્થ છે વિજેતા. પાંચ ઈન્દ્રિયોના વિષયો અને મન ઉપ૨ જેમણે પરિપૂર્ણ વિજય પ્રાપ્ત કર્યો છે તેને જિન કહે છે. અથવા તો રાગ અને દ્વેષ, બંને ઉપર જેમણે સંપૂર્ણ વિજય મેળવ્યો છે તેને જિન કહે છે. તેમણે ભયંકર કષ્ટો સહન કર્યા હોય છે, શત્રુ અને મિત્રને સમચિત્ત નિહાળ્યા હોય છે. અંત૨શત્રુ જેવા કોને હણીને કેવળજ્ઞાન-અતિન્દ્રિય જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય છે. સર્વજ્ઞતાને પ્રાપ્ત કરેલા મહાપુરુષને તીર્થકર કહેવાય છે અને તે જિન તરીકે પણ ઓળખાય છે. આ જિનને વિતરાગ, અરિહંત, સર્વજ્ઞ, પ્રથમ પરમેષ્ઠિ આદી પણ કહેવામાં આવે છે. એવા ચોવીસ તીર્થંકરો થયા. હમણાં ની અંતિમ ચોવીસીમાં થયેલા ચોવીસ ભગવાનનાં નામ નીચે મુજબ છે. શષભદેવ ૧૩. વિમલનાથ અજિતનાથ અનન્તનાથ સંભવનાથ ૧૫. ધર્મનાથ અભિનંદન શાંતિનાથ સુમતિનાથ કુંથુનાથ પપ્રભ અરનાથ ૭. સુપાર્શ્વનાથ મલ્લિનાથ ૮. ચંદ્રપ્રભુ મુનિસુવ્રતસ્વામી ૯. સુવિધિનાથ નમિનાથ ૧૦. શીતલનાથ નેમિનાથ ૧૧. શ્રેયાંસનાથ ૨૩. પાર્શ્વનાથ ૧૨. વાસુપૂજ્ય ૨૪. મહાવીર સ્વામી ૨. 4 ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100