Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
રાષ્ટ્રપિતાને બતાવેલ. જેમાં આત્મા નિત્ય પદાર્થ છે અને તેના ઉપર આઠે કર્મોનું આવરણ કેવી રીતે આવેલ છે, તેનું યથાર્થ વર્ણન કરેલ છે. જેમાં ષદર્શનની મહત્તા, ઈશ્વર અને જગતકર્તાનું વિવેચન પણ યોગ્ય રીતે કરીને રાષ્ટ્રપિતાને ધર્માન્તર કરતા રોક્યા હતા. આત્માની આઝાદી વિશે સમજાતા ગાંધીજી સંપૂર્ણ સાત્ત્વિક શાકાહારી બનીને, કૃપાળુદેવનો બોધ પામીને અહિંસક લડાઈ વડે આપણા ભારત રાષ્ટ્રને આઝાદ કરી શક્યા. કેવો અદ્ભુત બોધ !
(૭) પત્ર ક્રમાંક ૪૦ :
આ પત્રમાં કૃપાળુદેવ જણાવે છે કે - જે ફરનાર છે તે બનાર નથી અને જે બનનાર છે તે ફરનાર નથી.’’
અનિત્યભાવનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ૬ દ્રવ્યનો અને જડ-ચેતનના ભેદનો જાણે ખુલાસો કરે છે આત્મા નિત્ય છે, બાકી બધું અનિત્ય છે આત્મા સિવાયનાં બધાં એટલે કે પાંચે દ્રવ્યો-કાળ, ભાવ, દ્રવ્ય, ક્ષેત્ર પ્રમાણે બદલાતાં રહે છે. આત્માની યાદ વગર જીવનમાં દરેક કાર્યો અધૂરાં રહેલાં છે.
(૮) પત્ર ક્રમાંક ૬૮૦ :
આ પત્રનો હું અહીંયાં ખાસ ઉલ્લેખ કરવા માંગું છું. “આ વિષમકાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ, કેમકે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ.”
અહીંયાં કૃપાળુદેવ એમ કહેવા માંગે છે કે - “અમારા અને મહાવીરના આત્મજ્ઞાનની સમજણ સરખી છે. જડ અને ચેતનની સમજણ સરખી છે.” માટે તે કહે છે કે “અમે બીજા શ્રી મહાવીર છીએ, એટલે કે મહાવીરનો આત્મા અને અમારો આત્મા અત્યારે એક દશામાં છે.'' પરંતુ અહીંયાં દશા જ્ઞાનની લેવાની છે. પોતાના જ્ઞાનનો ઉપયોગ રાખીને કહે છે કે - “પ્રભુ મહાવીરના સમોસરણમાં સદેહે હાજર રહેનાર, પરંતુ ક્ષણમાત્રના પ્રમાદથી ભવાવિમાં ભટકવું પડેલ છે, તે વખતે કહે છે કે
“મારા વીરને એટલે કે પ્રભુ મહાવીરને ભૂલશો નહિ. તેની વાણી ન સમજાય તો વીરને દોષ દેશો નહિ, પરંતુ આગળ અભ્યાસે તે સમજાશે. એક એક ક્ષણે ભાવ બદલાવીએ છીએ અને કર્મબંધન બાંધીએ છીએ, યાદ રાખવાનું છે કે હું આત્મા છું અને દરેક કાર્યો આત્મલક્ષી કરવાના છે. બાહ્ય લક્ષનો છેદ ઉડાડવાનો છે નામ એ માત્ર આ પુદ્ગલ દેહનું છે.
જ્ઞાનધારા-૩
૨૩
જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩
-