Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અગમ પિયાલા પીઓ મતવાલા
જાણીતા સાહિત્યકાર જૈનદર્શનના આંતરરાષ્ટ્રીય ડો. કુમારપાળ દેસાઈ
ખ્યાતિપ્રાપ્ત ચિંતક, ગુજરાત, સમગ્રભારત અને વિદેશના અનેક ગૌરવવંતા પારિતોષક-એવોર્ડ જેમને પ્રાપ્ત થયાં છે. શિક્ષણ સાહિત્ય અને સંસ્કૃતિને અનુલક્ષીને કરેલ કાર્ય માટે ભારત સરકાર તરફથી ડો. કુમારપાળ દેસાઈને પદ્મશ્રીનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો છે અને તેઓશ્રી (જિનશાસનનું ગૌરવ વધારનાર તથા ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ છે.
મધ્યકાલીન સાહિત્યમાં યોગી આનંદઘનનાં પદો એની ભાવસૃષ્ટિ, આલેખનરીતિ અને હૃદયસ્પર્શિતાને કારણે આગવું સ્થાન ધરાવે છે. એમનાં પદોમાં આત્મસ્વરૂપના પ્રત્યક્ષ અનુભવની અવિચલ આનંદમય ઘડીનો અનુભવ પ્રગટ થયો છે. આ પદોમાં લાલિત્ય, વિષયપ્રભુત્વ અને વિશિષ્ટ શબ્દ-પસંદગીને કારણે ભાવકને અધ્યાત્મની ઘંટાયેલી અનુભૂતિ પ્રાપ્ત થાય છે.
આનંદઘનનાં ઘણાં પદોમાં આધ્યાત્મિકતાનો ગહન અનુભવ એક રૂપક દ્વારા પ્રગટ થયો છે. સુમતિ અર્થાતુ શુદ્ધચેતના પોતાના પ્રિય આતમરામને કુમતિ અર્થાતુ અશુદ્ધ ચેતનાને એનું ઘર છોડીને પોતાના સ્વ-ઘરે આવવા વિનંતી કરે છે. આ સુમતિની વિરહસભર વિપ્રલંભ શૃંગારમાં અભિવ્યક્ત થતી વેદનામાં કવિ આત્મતત્ત્વ પામવાની ઉત્કટ તાલાવેલી પ્રગટ કરે છે. સુમતિ પોતાના પ્રિયતમને સ્વ-સ્વભાવ સાથે જોડવા ઈચ્છે છે, ત્યારે કુમતિ આ પરિસ્થિતિમાં જાતજાતનાં વિદનો સર્જીને એના પ્રિયત(આત્મા)ને શુદ્ર, સ્થળ, સાંસારિક ભાવોમાં નિમગ્ન રાખે છે. સુમતિ આત્માને જાગ્રત કરવાનો પ્રયત્ન કરે છે, પણ આત્માનું શુદ્ધ ચૈતન્ય સાથેનું અનુસંધાન માત્ર શાસ્ત્રજ્ઞાનથી જ સધાતું નથી. શાસ્ત્રજ્ઞાનના દીપકનો પ્રકાશ માર્ગદર્શક બને ખરો, પરંતુ આત્મજ્ઞાન તો શુદ્ધ આત્મતત્ત્વના સાક્ષાત્ અનુભવમાંથી જ સાંપડે છે. દેહ અને આત્માની ભિન્નતાનો અનુભવ થયા બાદ એ આત્માનુભવ વધુ ને વધુ ઘૂંટાય, તેમ સ્વ-સ્વભાવની પ્રાપ્તિ કરી શકે છે.
અધ્યાત્મયોગી આનંદઘન અશુદ્ધ ચેતનાની માયાસૃષ્ટિ સમાન કામનાની ચંચળતા, દેહની ક્ષણભંગુરતા અને સાંસારિક સ્નેહની સ્વાર્થમયતા દર્શાવે છે. એ મોહમલિનતાનો નાશ કરીને ચૈતન્યશક્તિ પ્રગટ કરવાના પુરુષાર્થની વાત કરે છે. સુમતિ પોતાના પ્રિયતમને મળવા માટે વિરહની (જ્ઞાનધારા-૩ - ૩૪ - જન સાહિત્ય જ્ઞાનસત્ર-૩]