Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
એક દ્રવ્યરૂપ) છે. (૪, ૫) તેનાથી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય, આ બંને દ્રવ્યો પ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાતાનુણા છે અને તેના પ્રદેશો પરસ્પર તુલ્ય છે. (૬) તેનાથી જીવાસ્તિકાય, દ્રવ્યની અપેક્ષાએ અનંતગુણા છે. (૭) તેનાથી તેના જ પ્રદેશો અસંખ્યાતાનુણા છે. (૮) તેનાથી પુલાસ્તિકાય, દ્રવ્યની અપેક્ષાએ અનંતગુણા છે. (૯) તેનાથી તેના પ્રદેશો અસંખ્યાતાગુણા છે. (૧૦) તેનાથી અદ્ધાસમય, દ્રવ્યર્થ અને અપ્રદેશાર્થની અપેક્ષાએ અનંતગુણા છે. (૧૧) અને તેનાથી આકાશાસ્તિકાય, પ્રદેશોની અપેક્ષાએ અનંતગુણા છે. (૨૧મું દ્વાર સંપૂર્ણ). કમઅસ્તિકાય દ્રવ્ય પ્રમાણ
કારણ ૧ | ધર્માસ્તિકાય સર્વથી અલ્પ પ્રત્યેક દ્રવ્ય અખંડ એક દ્રવ્યરૂપ છે. ૨ અધર્માસ્તિકાય (પરસ્પર તુલ્ય) ૩ આકાશાસ્તિકાય ૪ | જીવાસ્તિકાય | અનંતગુણા અનંત જીવો સ્વતંત્ર દ્રવ્યરૂપ છે. ૫ પુદ્ગલાસ્તિકાય અનંતગુણા પરમાણુ, કયણુક, ચણુક આદિ પ્રત્યેક
સ્વતંત્ર દ્રવ્ય છે, તેમજ પ્રત્યેક સંસારી જીવોના આત્મપ્રદેશો અનંતાનંત કર્મ પુદ્ગલોથી આવરિત છે. માટે જીવથી
પુદ્ગલ અનંતગુણા થાય. ૬ | અદ્ધા સમય | અનંતગુણા અનંતજીવ અને પુદ્ગલદ્રવ્ય પર તથા
તેની ભૂતનો ભવિષ્યકાલીન અનંતાઅનંત પર્યાયો પર કામ વર્તી રહ્યો છે, તેથી કાળ દ્રવ્ય, ઉપચારથી અનંત દ્રવ્યરૂપ છે, માટે તે પુદ્ગલાસ્તિકાયથી અનંતગુણા છે.
પ્રદેશોની અપેક્ષાએ ષડ દ્રવ્યોનું અલ્પબદુત્વઃ (૧, ૨) ધર્માસ્તિકાયને અધર્માસ્તિકાય, આ બંને દ્રવ્યના પ્રદેશો પરસ્પર તુલ્ય અને સર્વથી અલ્પ છે. બંને દ્રવ્યના પ્રદેશો લોકાકાશના પ્રદેશો જેટલા અર્થાત્ અસંખ્યાત્ છે. (૩) તેનાથી પ્રદેશોની અપેક્ષાએ જીવાસ્તિકાય અનંતગુણા છે, કારણ કે જીવો અનંત છે અને એક-એક જીવના આત્મપ્રદેશો (હોવાથી) લોકાકાશના પ્રદેશો જેટલા છે. એવા અનંત જીવોના અનંત અસંખ્યાતા જ્ઞિાનધારા-૩ ૧૫૯ જન સાહિત્ય જ્ઞાનસત્ર-૩]